ભરૂચ – વડોદરા માંથી છેલ્લા 10 મહિનામાં ચોરાયેલ બાઈકના વણ શોધાયેલા ગુન્હાને શોધી કાઢતી એલસીબીની ટીમ
ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે જેને અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકમાં સૂચના આપવામાં આવેલ હોય તેમ જ વાહન ચોરીના વર્ષ શોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે ભરૂચ એલસીબી પ્રયત્નશીલ હોય જે દરમિયાન ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ પાસે નંબર પ્લેટ વગરની ગાડીના આધારે ભરુચ એલસીબી પોલીસે વાહન ચોરી ના બે આરોપીઓ સહિત ભરૂચ તથા વડોદરામાંથી ચોરાયેલ ટુ-વ્હીલર કબજે કર્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલસીબી પીઆઇ એમપી વાળા જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે ટેકનિકલ સેલ ની ટીમ બનાવી વિવિધ જગ્યાઓ પર એલસીબીના એમ એમ રાઠોડ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી અને હકીકત મળેલ કે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક શખ્સ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું બાઈક વેચાણ માટે ફરે છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ એ શક્તિનાથ સર્કલ પર બાતમી વાળી જગ્યા પર પહોંચી તે વ્યક્તિને બાઈકના બિલ તથા આધાર પુરાવા રજૂ કરવાનું કહેતા તેણે પૂછતાછમાં જણાવ્યું કે બાઈક તેના મિત્ર કરણ રાવલે આપેલ છે આથી તેને સાથે રાખીને તપાસ કરતા કરણ રાવલ એકટીવા સાથે મળી આવતા તેને પકડી પાડી બંને શખ્સોને યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછતાછ કરતા તેઓએ પોલીસ સમક્ષ મારે પૈસાની જરૂર હોય જેથી હું વડોદરા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યાંથી 5 ટુવિલર, હીરો પેશન પ્રો રજીસ્ટર નંબર GJ-06- KR- 2298 કિંમત રૂપિયા 40, 000, કાળા કલરની હીરો સ્પ્લેન્ડર નંબર GJ-05- CE-0950 કિંમત રૂપિયા 30,000-/ , હીરો સ્પ્લેન્ડર રેડ કલર I સ્માર્ટ નંબર GJ- 20 -AF- 0493 કિંમત રૂપિયા 40,000, કાળા કલરની hero honda splendor રજીસ્ટર નંબર GJ- 12- AP- 5530 કિંમત રૂપિયા 40,000, કાળા કલરની હોન્ડા કંપનીની unicorn મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ- 26- 8- 7007 કિંમત રૂપિયા 40,000, બ્લુ કલરની હોન્ડા કંપનીની એકટીવા રજીસ્ટર નંબર GJ- 6- NG- 9845 કિંમત રૂપિયા 40,000 ચોરી કરી લઈ આવેલ હોય અને એક બાઈક ભરૂચ એબીસી ચોકડી નજીકથી ચોરેલ હોય ત્યાંથી 5 ટુવિલર ચોરી લઈ જેમાંથી એક ચોરાવ એકટીવા હું પોતે વાપરતો અને એક બાઈક મારા મિત્ર ઘનશ્યામ ભરવાડને ઉપયોગમાં આપેલ હોય બીજી અન્ય ચાર ચોરીની બાઇક હું તથા મારો મિત્ર ઘનશ્યામ ભરવાડ ભરૂચમાં અવરું જગ્યાએ સંતાડી રાખી વેચાણ માટે ગ્રાહક શોધતા હોવાની કબુલાત આપી હતી, જેથી પોલીસે બંને આરોપીઓ (1) ઘનશ્યામ ઉર્ફે રાધે ધંધુભાઇ ભરવાડ રહે. અયોધ્યા નગરી મોઢેશ્વરી મંદિરની સામે ભરૂચ (2) કરણ ધનસુખભાઈ રાવલ ઉંમર વર્ષ 22 રહે. ત્રીજો માળ શ્રી રંગ ડુપ્લેક્સ મિયા ગામ ચોકડી ઉમેરો ની સામે કરજણ જીલ્લો વડોદરા ને ઝડપી લઇ કુલ રૂપિયા 2,40,000-/ નો મુદ્દા માલ કબજે લઈ બંને આરોપીઓની અટકાયત કરી ચોરીના વર્ષો થયેલ ગુનાઓને શોધી કાઢ્યા છે.