*ભરૂચના ખુરશીદ પાર્ક વિસ્તારમાંથી આઠ જુગારીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ*
ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિ વધતી જતી હોય, જે પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ મહાન નિરીક્ષક દ્વારા જુદા જુદા પોલીસ મથકોમાં ટીમ બનાવી જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય જુગારની અસામાજિક પ્રવૃત્તિને અટકાવવા પરિણામલક્ષી કામગીરી માટે ભરૂચ એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે ખુરશીદ પાર્ક સોસાયટી માંથી આઠ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અન્ય પાંચ ફરાર થયેલ જુગારીને ઝડપી પાડવા બી ડિવિઝન પોલીસ એ શોધ ખોળ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં એલસીબી પીઆઇ એમ.પી. વાળા જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીના ડી એ તુવર ને બાતમી મળેલ કે ભરૂચ શહેર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ ના અજવાળા નીચે કેટલાક શકશો પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડતા(1) મોહમ્મદ સલામ જિંદા ગુલામનબી શેખ, (2) સોહેલ ખાન અઝીઝ ખાન પઠાણ (3) સમીર અબ્દુલ મુનક શેખ (4) મોહમ્મદ સોએબ મહેમુદ મિયા શેખ, (5) મુજમમિલ ગુલામ અકબર મલેક , (6) ઈરફાન ખાન ફરીદખાન પઠાણ, (7) સાદિક ખાન ઈબ્રાહીમ ખાન મીઠાઈવાલા (8) નસરુદ્દીન મોહસીનુંદિન સૈયદને પોલીસે રેડ દરમિયાન પત્તા પાના વડે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા છે, પોલીસે તમામ આરોપીઓ ની અંગજડતી તથા દાવ પરની રોકડ રકમ કુલ રૂપિયા 1, 21, 580-/ નો મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે, પોલીસ રેડ દરમિયાન અન્ય પાંચ શખ્સો બનાવ સ્થળેથી નાસી છૂટ્યા હોય, અલ્તાફ બોસ , શહીદ શેખ ઇતેખાર મચ્છી, કૈયુમ મચ્છી, અબરાર શેખ તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.