ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો જાણો શુ છે કારણ…!!
મહેસુલ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોના ઉકેલ ન મળતા મહામંડળ દ્વારા આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદશન ના કાર્યક્રમો યોજવામાં આવનાર છે,ભરૂચ જિલ્લા સેવા સદન ની કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓ પ્રતીક ધરણા ઉપર બેઠા હતા, મહેસુલી કર્મચારીઓના જણાવ્યા મુજબ કેટલાય વખતો થી તેઓના પડતર પ્રશ્નો અંગે સરકાર માં રજુઆત કરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી,
કર્મચારીઓએ વિવિધ ૧૧ જેટલા પડતર પ્રશ્ર્નો સરકાર સમક્ષ મુક્યા છે જેમાં ખાસ કરી ને રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલી વિભાગ માંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવું તેમજ નાયબ મામલતદાર કક્ષા માંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ જે કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મુકવા જેવા મુદ્દાઓની સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી છે