ભરૂચ આર. એસ. દલાલ હાઇસ્કુલ ખાતે E- KYC કેમ્પ યોજાયો
ભરૂચ આર.એસ. દલાલ હાઇસ્કુલ ખાતે મામલતદાર કચેરી દ્વારા સરકારના આદેશ અનુસાર રાશનકાર્ડ E- કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ પોતાનું રાશનકાર્ડમાં E- કેવાયસી કરાવી લાભ મેળવ્યો હતો.
Advertisement
ભરૂચ આર. એસ. દલાલ હાઇસ્કુલ ખાતે સરકારના આદેશ અનુસાર મામલતદાર કચેરીના સહયોગથી ભરૂચ સીટી વિસ્તારના વોર્ડ નંબર 9 10 અને 11 ના લાભાર્થીઓ માટે આજે રેશનકાર્ડ E- કેવાયસી કેમ્પ યોજાયો હતો, રેશનકાર્ડ E- કેવાયસીના કેમ્પમાં આ વિસ્તારના દુકાનદારોએ આ સમગ્ર વોર્ડના લાભાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું, અહીં વસવાટ કરતા લાભાર્થીઓએ રાશનકાર્ડના કેમ્પ માં બહોડા પ્રમાણમાં સહભાગી થયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોઝમ બોમ્બેવાલા એ જહેમત ઉઠાવી હતી.