*ભરૂચ જિલ્લામાં ગેસ લીકેજના મુદ્દે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરતું જિલ્લા કોંગ્રેસ*
ભરૂચના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ માં ગેસ ગળતર ના કારણે ચાર કામદારોએ જીવન ગુમાવ્યું છે, આ સમગ્ર ઘટના ને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી કંપનીના જવાબદાર અધિકારીઓ સમક્ષ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સરકાર સમક્ષ માંગ કરી વિસ્તૃત લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં દહેજ gidc માં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ માં ગેસ લીકેજ થવાના કારણે ચાર કામદારોએ જીવન ગુમાવ્યું છે, ઉપરાંત અન્ય કામદારોને ઇજાઓ પહોંચી છે, આ સમગ્ર ઘટનાક્રમમાં ભરૂચ વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તે રીતે કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું તેમને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે અત્યંત ગંભીર ભૂલ હોય તેમ છતાં અધિકારીઓ આ સમગ્ર ઘટનાક્રમને હળવાશથી લઈ રહ્યા છે કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે આ સમગ્ર બનાવ બન્યો હતો ગેસ ગળતર માં સદનસીબે અભેટા ગામ બચી ગયું જો સમગ્ર ગામમાં ગેસ ગળતર થયું હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી કંપનીના સંચાલકો આ પ્રકારની ગુનાહિત બેદરકારી ધરાવતા હોય તેમ છતાં કંપની દ્વારા *સબ સલામત હૈ* જણાવવામાં આવ્યું છે આથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સંચાલકો પર ગુનાહિત બેદરકારી સબ ગુનો નોંધવો જોઈએ, તેમજ ઔદ્યોગિક એકમોને આપવામાં આવેલી પરવાનગી તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ, લોકોના ધ્યાનમાં ની સલામતી હોવી જોઈએ, તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ગેસ ગળતર માં જવાબદાર ઔદ્યોગિક એકમ સામે કાયદાકીય પગલાં લેવાની પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરેલ છે.