ભરૂચના કતોપોર બજાર યુનાઈટેડ મર્ચન્ટ એસોસીએશનના વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા ફાટાતળાવ ખાતે પે એન્ડ પાર્કિંગ ની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા ફાટા તળાવમાં જૂની ફાયર બ્રિગેડ ખાતે કમ્પાઉન્ડ વૉલ બનાવી છે. જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કતોપોર બજાર એસોસીએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ, જુનેદ મોતીવાલા, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ સહિત વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી. અને વહેલી તકે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી હતી. વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી હતી.