કરજણ ફાયર વિભાગ દ્વારા મિયાગામ કન્યાશાળામાં મોકડ્રિલ યોજાઇ, આકસ્મિક ઘટના સમયે સુરક્ષા માટે માહિતી આપવામાં આવી…
કરજણ તાલુકાના મિયાગામ સ્થિત કન્યાશાળામાં કરજણ ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો. કરજણ ફાયર ટીમ દ્વારા કટોકટી તેમજ આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે રેસ્કયુ કરી શકાય એ માટે પ્રેકટીકલી તાલીમ આપવામાં આવી હતી. વિશેષ શાળાના છાત્રોને ફાયર ટીમ દ્વારા વિસ્તૃત છણાવટ સાથે માહિતી આપી હતી. જેમાં ફાયર ટીમ દ્વારા બાળકોને આગના સમયે કેવી રીતે કામ લેવું એની પ્રેકટીકલી માહિતી આપી હતી. બાળકોએ પણ ઉત્સાહથી પ્રેકટીકલી માહિતી પ્રાપ્ત કરી હતી. છાત્રો તેમજ શાળાના શિક્ષકગણે ફાયર ટીમ દ્વારા આયોજિત મોકડ્રીલ કાર્યક્રમને બિરદાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે જન જાગૃતિના કાર્યક્રમો યોજી લોકોને માહિતગાર કરતા રહે છે. કરજણ ફાયર ટીમ દ્વારા સમયાંતરે જન જાગૃતિના કાર્યક્રમોની કરજણ નગર સહિત તાલુકામાં સરાહના થઇ રહી છે…
: – યાકુબ પટેલ..કરજણ…