અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં તસ્કરોના આંટાફેરાના કારણે રહીશોમાં ફફડાટ ફેલાયો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં ચાર થી પાંચ તસ્કરો કેદ થયા છે
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા છે. જોકે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.સોસાયટીમાં એક પણ ઘરના તાળા તૂટ્યા ન હતા પરંતુ આંટાફેરા કરતા તસ્કરો નજરે પડતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ પણ જીતાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ચોરીના બનાવ બન્યા હતા ત્યારે ફરી એકવાર શિયાળાના સમયમાં તસ્કરોના આંટાફેરાના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે.આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે
Advertisement