Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ખેડા પાસે મોપેડ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણને ઈજા

Share

ખેડા પાસે મોપેડ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણને ઈજા

નરેશ ગનવાણી નડિયાદ

Advertisement

ખેડાના મહીજ- બારેજડી રોડ પર પેટ્રોલ ભરાવવા જતા બે મિત્રો મોપેડને રીક્ષા ચાલકે અડફેટ મારતા અકસ્માત સર્જાયો રીક્ષા જેમાં એકનું મોત થયું હતું અન્ય ત્રણને ઈજા થઈ હતી.
ખેડા તાલુકાના મહિજ તાબાના ધરમપૂરામાં રહેતા સંજય શનાભાઇ તડવી તા. ૯ ડિસેમ્બર ના રોજ યુવક ગામમાં રહેતા તેના મિત્ર શૈલેષ વસાવા બંને મિત્રો બપોરના સમયે મોપેડ લઇ મહીજ થી બારેજડી પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવા નીકળ્યા હતા. તે સમયે મોપેડ શૈલેષ ચલાવતા હતા ત્યારે સંજય પાછળ બેઠા હતા. ત્યારે મહીજ-બારેજડી રોડ પરના રતનબા પેટ્રોલપંપની પાસે પસાર થતી એક રીક્ષા ચાલકે મોપેડને અડફેટ મારતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી.
આ બનાવમાં મોપેડ સવાર બંને યુવકો ને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ ની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે રિક્ષામાં સવાર બે મુસાફરોને પણ ઈજા પહોંચી હતી. આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા શૈલેષનું સોમવાર સાંજે સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે સંજય શનાભાઇ તડ‌વીએ ખેડા પોલીસ મથકે રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

વાંકલના પાનેશ્વર ફળિયા નજીક રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે અડફેટે લેતા મોત નિપજયું.

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!