કપડવંજમા રખડતા કૂતરાઓ આવતા જતા રાહદારીઓને બચકાં ભરતા લોકો પરેશાન
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓ આવતા જતા રાહદારીઓને બચકા ભરી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે.આ અંગે નવરંગભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ મને સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર રખડતા કૂતરાએ પગે ત્રણ બચકા ભરી દીધા હતા. જેને લઈને હું નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવા ગયો હતો. જ્યાં મને બે દિવસ રસી મુકવામાં આવી જ્યારે ત્રીજી રસી મુકવાની આવી ત્યારે મને કહેવામાં આવ્યું કે અહીંયા નહીં મુકાય, તમારે નડીયાદ સિવિલ જવું પડશે. જેથી
હું અમદાવાદના સીંગરવા ખાતે આરોગ્ય કેન્દ્રમાં જઈને મુકાવી આવ્યો હતો.આમ નાણાં અને સમયનો મારો વ્યય થયો છે. અને આ રખડતા કૂતરાઓના ત્રાસ અંગે મે નગરપાલિકામાં પણ રજૂઆત કરી હતી.છતાં પણ હજુ સુધી આ અંગે કોઈ પગલાં લેવાયા નથી.
શહેરના અનેક વિસ્તારોમાં કુતરા કરડવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.વહેલી સવારે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ, મોર્નિંગ વોક માટે નીકળેલા નગરજનો, સિનિયર સિટીઝનો શહેરમાં આવા રખડતા કૂતરાઓના ત્રાસથી ભય સાથે નીકળી રહ્યા છે.અને દિવસે શહેરમાં ગ્રામ્ય જનતાને પણ કુતરા કરાવવાના બનાવો બને છે.આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. તંત્ર દ્વારા નગરજનોના હિતમાં પગલાં લે તેવી કપડવંજ વાસીઓની માંગ કરી રહ્યા છે.