કોટક સિક્યોરિટીઝે 2025 માટેનું માર્કેટ આઉટલૂક રિલીઝ કર્યું
મુંબઈ, 10 ડિસેમ્બર, 2024 – કોટક સિક્યોરિટીઝ લિમિટેડે 2025 માટેનો તેનો માર્કેટ આઉટલૂક રિપોર્ટ આજે રિલીઝ કર્યો હતો. કોટક સિક્યોરિટીઝે જે રિપોર્ટ લોન્ચ કર્યો છે તે રોકાણકારો આગામી વર્ષમાં નજર રાખી શકે તેવા ઇક્વિટી, કોમોડિટીઝ અને કરન્સી આઉટલૂક સાથે મેક્રો-ઇકોનોમિક દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડે છે.
કોટક સિક્યોરિટીઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે ભારતે વિશ્વના સૌથી ઝડપતા મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યું છે જે તેને વૈશ્વિક રોકાણકારો માટે અનિવાર્ય રોકાણ સ્થળ બનાવે છે. અમે ભારતની લાંબા ગાળાની વિકાસ સંભાવનાઓ અંગે આશ્વસ્ત છીએ ત્યારે અમે રોકાણકારોને સાવચેતીભર્યા આશાવદ સાથે બજારમાં પ્રવેશ કરવાની સલાહ આપીએ છીએ. અમે જોઈ શકીએ છીએ કે 2025માં ઇક્વિટી માર્કેટને વધુ ગતિ મળશે અને કોમોડિટીઝ ઐતિહાસિક શ્રેષ્ઠ સ્તરને પાર કરશે. આ ઉપરાંત, વહેલા સંપત્તિ ઊભી કરવા માટે સ્ટોક માર્કેટમાં પ્રવેશી રહેલા યુવા રોકાણકારોમાં થઈ રહેલી વૃદ્ધિથી પણ એકંદરે બજારની વૃદ્ધિ થશે.કોટક સિક્યોરિટીઝ માર્કેટ આઉટલૂક 2025 રિપોર્ટ 2025 માટેના મહત્વના ટ્રેન્ડ્સ અને અસરો પર પ્રકાશ પાડે છે.
ઇક્વિટી માર્કેટ: મધ્યમથી લાંબા ગાળા માટે વ્યાપક બજારમાં હળવો વધારો અપેક્ષિત
સ્થાનિક ફંડામેન્ટલ્સ મજબૂત રહેશે પરંતુ સાવચેતીભર્યો આશાવાદ જરૂરી છે. લાંબા ગાળાના રોકાણકારોએ સમૃદ્ધ વેલ્યુએશન સાથે ક્વોલિટી એસેટ્સ પર ધ્યાન આપવું જોઈએ. નાણાંકીય નીતિઓ હળવી થવા સાથે અને અમેરિકા, યુરોપ અને એશિયામાં વ્યાજ દરોમાં કાપની સંભાવના છે ત્યારે વૈશ્વિક અર્થતંત્રો સ્થિર થઈ રહ્યા છે. સ્થાનિક મોરચે, ફુગાવો ઉચ્ચ રહે છે, ખાસ કરીને ખાદ્યાન્ન કિંમતોમાં. ફુગાવો લક્ષ્યાંક કરતાં ઉપર રહે છે છતાં જીડીપીમાં એકાએક ઘટાડો ફેબ્રુઆરીની નીતિમાં વ્યાજ દરમાં કાપની સંભાવના વધારી શકે છે.
કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધીના સેક્ટર લીડર્સમાં રિયલ્ટી (31 ટકા+), ફાર્મા (30 ટકા+) અને પાવર (26 ટકા+) સમાવિષ્ટ છે. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોએ એકંદરે નબળી વૃદ્ધિ દર્શાવી છે જેમાં બેંકિંગ અને કેપિટલ ગુડ્સમાં નોંધપાત્ર પર્ફોર્મન્સ જોવાયું છે જ્યારે આઈટી અને કન્ઝ્યુમર કંપનીઓએ નબળો દેખાવ કર્યો છે.
નિફ્ટી આઉટલૂક અને લક્ષ્યાંકોનિફ્ટીના નાણાકીય વર્ષ 25ના આવકની વૃદ્ધિ અંદાજિત 4.9 ટકા છે, ત્યારબાદ નાણાકીય વર્ષ 26માં 16.3 ટકા અને નાણાકીય વર્ષ 27માં 14 ટકાનો અંદાજ છે
1. બેઝ કેસઃ નાણાકીય વર્ષ 2027માં રૂ. 1,372ના ઈપીએસ પર 19 ગણા પી/ઈને ધારતા નિફ્ટી ડિસેમ્બર 2025 સુધીમાં 26,100 સુધી પહોંચવાની સંભાવના છે
2. પી/ઈ). બુલ કેસઃ 28,800નો લક્ષ્યાંક (21 ગણો
3. બેર કેસઃ 23,300 (17 ગણો પી/ઈ)ની ઘટાડા તરફી સ્થિતિ.
કોમોડિટીઃ સોના, ચાંદીમાં તેજી રહેશે જ્યારે ક્રૂડમાં અસ્થિરતા જોવા મળી શકે
વર્ષ 2024 કોમોડિટીઝ માટે અદ્ભુત રહ્યું છે જેમાં સોનું_ કોમેક્સ પર ઔંસ દીઠ 2,801.8 ડોલરના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે જ્યારે ચાંદી 59 ટકા વધી છે. મધ્યસ્થ બેંકની મજબૂત માંગ, ભૂરાજકીય તણાવો તથા ગ્રીન ટેક્નોલોજીસમાં વધતા ઔદ્યોગિક ઉપયોગના લીધે આ વૃદ્ધિ જોવાઈ છે. દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમતોમાં અસ્થિરતા જોવાઈ છે જેમાં સપ્લાયના જોખમોના લીધે મજબૂત શરૂઆત થઈ હતીપરંતુ ચીન તરફથી નબળી માંગ અને વધતા અમેરિકી ઉત્પાદનના લીધે બાદમાં ભાવો દબાણ હેઠળ આવ્યા હતા. આપણે 2025 તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સેફ હેવન તરીકેની તેની માંગ તથા ઔદ્યોગિક જરૂરિયાતોના લીધે સોનું અને ચાંદી તેની મજબૂતાઈ જાળવી રાખે તેવી શક્યતા છે. જોકે ભૂરાજકીય ગતિવિધિઓ અને આર્થિક નીતિઓ તેજીમાં અવરોધ ઊભો કરી શકે છે. ક્રૂડ ઓઇલને અંદાજિત ગ્લોબલ સરપ્લસથી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ_ મધ્યપૂર્વમાં સતત ચાલી રહેલા તણાવ અને રશિયા-યુક્રેન વિખવાદના લીધે તેને પ્રાસંગિક ટેકો મળી શકે છે.
કરન્સીઃ ભારતીય રૂપિયો અસ્થિર રહી શકે છે
2024માં અમેરિકી ડોલર/ભારતીય રૂપિયામાં એકંદરે સ્થિરતા જોવાઈ હતી જેમાં યુએસ ડોલર વિશ્વભરમાં મજબૂત થયો હોવા છતાં આરબીઆઈના સક્રિય હસ્તક્ષેપના લીધે રૂપિયાને લાભ થયો હતો. જોકે 2025માં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે કારણ કે ટ્રમ્પનું વહીવટીતંત્રની વેપાર નીતિઓ અને નાણાંકીય સુધારા વૈશ્વિક બજારોને ખોરવી શકે છે જેનાથી ડોલર વધુ ઊંચી સપાટીએ જઈ શકે છે. ફેડરલ રિઝર્વનું_ નાણાંકીય વલણ કરન્સીના માર્ગને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. યુએસ ડોલર/ભારતીય
રૂપિયામાં 86.00/87.00નું સ્તર જોવા મળી શકે છે. જીઓપોલિટીકલ અનિશ્ચિતતાઓ અને ઊભરતી વૈશ્વિક આર્થિક સ્થિતિઓના લીધે સહભાગીઓએ ડાયનેમિક ટ્રેડિંગ માહોલ માટે તૈયાર રહેવું જોઈએ.