શહેરમાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી પણ મળી રહે તેવો ગોધરા પાલિકાનો અભિગમ :- ગોધરામાં સૂકા- ભીના કચરાની સમજ આપવા મહિલાઓની 5 ટીમો કામે લાગી
ગોધરા નગર પાલિકામાં સ્વ સહાય જૂથની મહિલાઓ ની ટીમ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ને ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે.ગોધરા નગરપાલિકામાં નેશનલ અર્બન લાઈવલી હુડ ‘મિશન યોજના હેઠળ સ્વ સહાય જૂથ ચલાવવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ ડોર ની એક્ટીવીટી માટે 05 ટીમ બનાવવામાં આવી છે. જેમાં જય મહાકાલી સ્વ સહાય જૂથ,મીના સ્વ સહાય જૂથ, નીલ મહિલા સ્વ સહાય જૂથ, સુધા મહિલા સ્વ સહાય જૂથ, શ્રી ખોડીયાર મહિલા સ્વ સહાય જૂથ ની ટીમ દ્વારા ગોધરા શહેરના સોનીવાડ, પટેલવાડ રક્ષણ રોડ, જહુરપુરા, રાણી મસ્જિદ અબરાર મસ્જિદ,નીચલી વાડી વ્હોરવાડ, ડબગરવાસ, ખાડી ફળિયા, નાડીયાવાસ, મારવાડી વાસ,વ્હોરવાડ સફિયાની ચાલ જમાલી હોલ ,મીલવાલા થી કડિયાવાડ મકાન કુવા સરદાનગર ખંડ વગેરે વિસ્તારમાં ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે.
કેટલાક નાગરિકોને હજી ભીના અને સુકા કચરા વિશે માહિતી નહિ હોવાથી તેઓ તેને ભેગો કરી દેતાં હોય છે પણ વાસ્તવમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ટેમ્પામાં સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે.આ પ્રવૃત્તિથી રોજગારી પણ મહિલાઓને મળી રહે છે.કામગીરી નું મોનીટરીંગ નેશનલ અર્બન લાઈવ લીહુડ મિશન ના પ્રોજેક્ટ મેનેજર સંજયભાઈ પટેલ સમાજ સંગઠક તરુલત્તાબેન દરજી ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આર કે મહેતા કરી રહયાં છે.