ગોધરા-મેનેજ મેન્ટ ક્વોટા માં પ્રવેશ લેનારા ST-SC વિધાર્થીઓને શિષ્યવૃતિથી વંચિત રાખવાના પરિપત્રના વિરોધમા એબીવીપી દ્વારા આવેદન
ગોધરા,
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જાહેર થયેલા પરિપત્ર અનુસાર મેનેજ મેન્ટ ક્વોટા માં પ્રવેશ લેનારા ST-SC વિધાર્થીઓને શિષ્યવૃતિના હકદાર નહિ રહે તેને લઈને એબીવીપીએ આવેદનપત્ર આપ્યુ હતુ.
ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા તારીખ 28-10-2024 ના રોજ કરવામાં આવેલ પરીપત્ર માં જે મુજબ મેનેજ મેન્ટ ક્વોટા માં ST-SC વિધાર્થીઓ ની શિષ્યવૃતિ રદ કરવાના વિષય સંદર્ભે આવેદન આપવામા આવ્યુ હતુ તેમા જણાવાયુ હતુ કે
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28-10-2024 ના રોજ જાહેર થયેલા પરિપત્ર અનુસાર મેનેજ મેન્ટ ક્વોટા માં પ્રવેશ લેનાર ST-SC વિધાર્થીઓને શિષ્યવૃતિના હકદાર નહિ રહે જે ખુબ જ ગંભીર વિષય હોય, જેના કારણે ST-SC સમાજ ના ગરીબ મધ્યમ વર્ગના વિધાર્થીઓ મેડિકલ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ, ફાર્મસી, એમ. સી.એ, એમ.ઈ. એમ.ફાર્મ થી લઈ ને અનેક પેરા મેડિકલ કોર્સમાં મેનેજમેન્ટ ક્વોટા માં આર્થિક તંગી ના કારણે પ્રવેશવંચિત રહી જનાર છે.વર્તમાન શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લિધેલ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર વિધાર્થીઓને પણ તેઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવે
ભવિષ્યમાં SC/ST વિધાર્થીઓને મેનેજમેન્ટ કવોટામાં મળતી શિષ્યવૃત્તિ વિધાર્થીઓ માટે આવશ્યક હોય, તેમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તેવી માંગ કરાઈ છે.