મેરા ગામની સીમમાં ખેતરના શેઢામાં સંતાડી રાખેલ રૂપિયા 2 લાખથી વધુનો દારૂ ઝડપી પાડતી વાલીયા પોલીસ
ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે તથા દારૂના બુટલેગરોને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક ડો કુશલ ઓઝા ના માર્ગદર્શન મુજબ જુદા જુદા પોલીસ મથકોમાં સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે વાલીયા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના રૂપિયા 2 લાખથી વધુ ના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો છે અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા માં દારૂ જુગારની બેફામ બનેલી પ્રવૃત્તિને અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા દ્વારા જુદા જુદા પોલીસ મથકોમાં સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને વાલીયા પોલીસ પી.આઈ. આર સી વસાવા પ્રોહીબીટેડ દરમિયાન બાતમી મળેલ કે, મેરા ગામ થી માંગરોલ જવાના રસ્તે સીમમાં આવેલ પ્રવીણ સિંહ જયસિંહ કરમબિયા રહે મેરા તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ તેઓએ પોતા ના ખેતર ના શેઢા ઉપર જાખરામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને મંગાવી સંતાડી રાખ્યો છે, અને સગે વગે કરવાની પેરવી કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે વાલીયા પોલીસે બાતમી વાળી જગ્યા પર જઈ રેડ પાડતા એ ખેતરમાં એક eeco ગાડી મળી આવેલ હોય , પોલીસે ડ્રાઇવર અભેસિંગ ધનાભાઈ વસાવા રહે ભીલવાડા ટાંકી ફળિયુ તાલુકો માંગરોળ જિલ્લો સુરત ને પોલીસે કબજે લઈ eeco ગાડી નંબર GJ- 19-BJ- 4482 કિંમત રૂપિયા 2 લાખ કબજે લઈ ભારતીય બનાવટના વિદેશી દારૂ ની શીલ બંધ બોટલ નંગ 1512 મળી કુલ કિંમત રૂ.2, 79, 760 તથા મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા 5000 કુલ કિંમત રૂ.4, 74 ,760 નો મુદ્દા માલ ઝડપી લઇ વોન્ટેડ આરોપી રમેશ મધુભાઈ વસાવા રહે મેરા તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ ને ઝડપી પાડવા વાલીયા પોલીસે કવાયત હાથ ધરેલ છે.