ભરૂચમાં મહિન્દ્રા કંપનીના શોરૂમ માંથી રૂપિયા 5 લાખની મત્તા ઉસેડી જનાર સીસીટીવી માં કેદ
ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે પર આવેલ મહેન્દ્રા કંપનીના શોરૂમ ના ડ્રોવરમાંથી રૂપિયા 5 લાખની મત્તા ચોરી કરતો એક સક્ષ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે, સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ફરિયાદ નોંધેલ છે.
ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે પાસે આવેલ વડદલા ગામ માં મહિન્દ્રા કંપનીના શોરૂમમાં કામકાજ અર્થે આવેલા એક શકશે શોરૂમના ડ્રોવર માંથી નજર ચૂક કરી રૂપિયા 5 લાખની મત્તા ચોરી કરીને નાસી છૂટ્યો હોય, તેવી વિગતો પ્રકાશમાં આવી છે, આ બાબતની જાણ મહેન્દ્ર કંપનીના શોરૂમના અધિકારીઓ કર્મચારીઓને જાણ થતા તુરત જ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જે સીસીટીવી ફૂટેજમાં અહીં આવેલ એક શખ્સ શોરૂમના ડ્રોઅરમાંથી રૂપિયા 5 લાખની ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો સીસીટીવી ફૂટેજ ના આધારે મહિન્દ્રા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ભરૂચ સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે પોલીસે હાલ એફઆઇઆર નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.