લીંબડી ખાતે આજે 68 મી જયભીમ યુવા ગૃપ દ્વારા મહાપરીનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો દલિતો માટેના મહા મસિહા એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ત્યારે આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 68 મી મહાપરીનિર્માણ દિવસ હોય ત્યારે લીંબડી દલિતો તેમજ ખાસ કરીને લીંબડી જયભીમ યુવા ગૃપ દ્વારા બાબાસાહેબના સ્ટેચ્યુને અલગ અલગ પ્રકારના ફુલોથી સન્માન આપી અને ફુલ હાર કરવામાં આવ્યા હતાં ત્યારે બાબાસાહેબ આંબેડકર એટલે ભારત દેશના બંધારણના ઘડવૈયા ત્યારે દરેક સમાજને સમાન રાખી અને બંધારણની રચના કરનારા જેઓને હજુ દરેક સમાજ માન સન્માન આપે છે તેવા મહા પુરુષની 68 મી મહાપરીનિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ દિવસે દિપકભાઈ મકવાણા, વિજયભાઈ મકવાણા, દેવરાજભાઈ જાદવ, પીડલ મકવાણા, પીટરભાઈ ચૌહાણ, મિતેષભાઈ આંબેડકર, મૌર્યે સમ્રાટ ઈદ્રજીતસિહ અને અશોકભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રીપોર્ટ
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9033958500