ચોરાઉ મોટરસાયકલ સાથે એક ને ઝડપી પડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ
અંકલેશ્વરમાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ચોરાયેલ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન મુજબ જુદી-જુદી ટીમ બનાવી પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી એશિયન પોઇન્ટ ચોકડી એશિયન ટ્રેડ સેન્ટર પાસે એક શખ્સ મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં ઉભો છે જે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ તલાસી લેતા મોટરસાયકલ લઈને ઊભેલા શખ્સ કલ્પેશ લલિત પટેલ રહે ગોયા બજાર જાગેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં, મૂળ રહે. મહેસાણાની પૂછતાછ કરતા આ મોટરસાયકલ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ અમસલ કંપની પાસેથી ચોરી કરી હોવાની કબુલાત જીઆઇડીસી પોલીસ સમક્ષ આપેલ હોય પોલીસે ચોરાયેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે -16-AQ-1409 કિંમત રૂપિયા 30,000 સાથે આરોપી કલ્પેશ ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હાથ ધરેલ છે.