અન્ડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં અંકલેશ્વરના ઉપાસના પટવર્ધનનું સિલેક્શન
ગુજરાત રાજ્યની અંડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમનું સિલેક્શન ચાલી રહ્યું છે જેમાં અંકલેશ્વરના ઉપાસના પટવર્ધનનું ગુજરાત રાજ્ય કક્ષાએ સિલેક્શન થતાં જ્ઞાનદીપ હાઇસ્કુલ અને પટવર્ધન પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
અંકલેશ્વર ના ઉપાસના પટવર્ધન નું અંડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું છે, આ વિશે ક્રિકેટના ખેલાડી જણાવે છે કે હું વર્ષ 2019 થી ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહી છું મારા કોચ મારા પિતા સારંગપટવર્ધન છે છેલ્લા પાંચ વર્ષથી જેવો મને નિયમિત ક્રિકેટની પ્રેક્ટિસ કરાવે છે આજે અન્ડર 15 ગુજરાતની ટીમમાં સિલેક્શન થતાં શાળા પરિવાર અત્યંત ગૌરવ ની લાગણી અનુભવે છે હું જ્ઞાનદીપ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા માતા-પિતા અને શાળાના શિક્ષકોએ મને ક્રિકેટમાં આગળ વધવા માટે અત્યંત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, હાલ બીસીસીઆઈ ની રાયપુર ખાતે ટુર્નામેન્ટ હતી તે પૂર્ણ કરી હું અંકલેશ્વર પરત ફરી છું, આગામી સમયમાં જયપુર ખાતે ફ્રી ક્વોટર્સ રમવા માટે જવાનું છે હાલ ગુજરાત રાજ્યકક્ષાએ ક્રિકેટ ટીમમાં સિલેક્શન થતાં શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે આગામી સમયમાં અન્ડર 19 ક્રિકેટ ટીમમાં પણ સિલેક્શન થાય અને સમગ્ર ભારતનું ગૌરવ વધારવું તેવી આશા છે.