ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા માં બહુચરની માગશર સુદ 2 ની આસ્થા ભક્તિ સાથે પરંપરાગત ઉજવણી
ભરૂચ જિલ્લામાં વેજલપુર કિન્નર સમાજ દ્વારા પ્રતિ વર્ષ બહુચર માતાના જન્મદિન નિમિત્તે આનંદના ગરબા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ માં બહુચરની પરંપરાગત અનુકુટ અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેના વિશે સંપૂર્ણ વિગત કિન્નર અખાડા ના પ્રમુખે આપી હતી.
ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા પ્રતિવર્ષ બહુચર માતાના જન્મદિન નિમિત્તે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક માતાને રસ રોટલી નો પરંપરાગત અન્નકૂટ ધરવામાં આવે છે આ દિવસે આનંદ ઉલ્લાસ સાથે આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, બહુચર માતાના જન્મદિન નિમિત્તે કિન્નર અખાડાના પ્રમુખ કોકીલા કોર રમીલા કોર નાયક તેઓએ જણાવ્યું હતું કે દંત કથા અનુસાર અમદાવાદ ના નવાપુરામાં માતા બહુચરે વલ્લભ ભટ્ટ ની પરીક્ષા કરી નાગરી નાતનું જમણ કરાવ્યું હતું એ જમણમાં સમગ્ર નાતને રસ રોટલી પીરસવાનું જણાવ્યું હતું માતાએ પરચો પુરી એ સમયમાં માગશર મહિનામાં મા બહુચર એ વલ્લભ ભટ્ટ દ્વારા કરાયેલ જમણમાં મોટા પ્રમાણમાં સમગ્ર નાત ને રસ રોટલી હતી તે સમયથી પરંપરા ચાલી આવી છે, પ્રતિવર્ષ માગશર મહિનામાં બીજના દિવસે માં બહુચર ને રસ રોટલીનો અન્નકૂટ ધરવામાં આવે છે, આજે અમો ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા બહુચર માતાનો અન્નકૂટ અને આનંદના ગરબાનું આયોજન કરી હર્ષ ઉલ્લાસ સાથે આ દિનની ઉજવણી કરી છે.