*ભરૂચ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ભૂલકા મેળો 2024 યોજાયો*
ભરૂચ જિલ્લામાં કાર્યરત જિલ્લા પંચાયત અંતર્ગત આઈસીડીએસ શાખાના ઉપક્રમે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં વિવિધ આંગણવાડીના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
ભરૂચ જિલ્લા પંચાયત ની આઇસીડીએસ શાખા દ્વારા ભૂલકા મેળો 2024 નું ડો.બાબા સાહેબ આંબેડકર ભવન કણબીવગા ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું , આંગણવાડી કેન્દ્રના ઇન્ચાર્જ સીડીપીઓ તથા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું, ભરૂચ જિલ્લા અંતર્ગત સમાવિષ્ટ કુલ 12 ઘટક અંતર્ગત 1374 આંગણવાડીના બાળકોએ આ ભૂલકા મેળામાં ભાગ લીધો હતો, જિલ્લા પંચાયત આઈસીડીએસ અંતર્ગત ચાલતી પાપા પગલી યોજના માં સમાવિષ્ટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે બાળકો મેળવી રહ્યા હોય છે, તે તમામ બાળકો ઉપસ્થિત રહી વિવિધ કલાકૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો ,આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ જગત સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.