*ભરૂચના સીટી સેન્ટર સામેથી રૂપિયા 11 લાખથી વધુનો પ્રતિબંધિત દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ*
ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સીટી સેન્ટર સામે ફોરવીલ ગાડી માંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં દારૂ બિયરના બૂટ લેગરો બેફામ બન્યા હોય જેને અટકાવવા માટે એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ શહેર સીટી સેન્ટર સામે સ્ટેશન રોડ પર એક સફેદ કલરની મારુતિ ફોરવીલ ગાડી શંકાસ્પદ હાલતમાં હોય આ ચોક્કસ વાત વિના આધારે એલસીબી પોલીસ તથા પો.સ.ઈ. ડી. એ. તુવર દ્વારા ખાનગી રહે તલાસી લેતા સીટી સેન્ટર સામે ફોરવીલ ગાડી નં. Gj -27-DM -8766 માંથી પ્રતિબંધિત ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો બોક્સ નંગ 21 જેમાં નાની મોટી બોટલ નંગ 720 રૂ. 1, 28, 256 તથા ફોરવીલ ગાડી ની કિંમત રૂપિયા 10,00, 000 પોલીસે કુલ રૂપિયા 11, 28 ,256 નો મુદ્દા માલ કબજે લઈ આરોપી વિશાલ ઈશ્વર સેલાદ રહે ટંકારવાડ તલસરી પાલઘર મહારાષ્ટ્ર ને ઝડપી લઇ આ તમામ પ્રતિબંધિત દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવ્યો હોય? તથા ક્યાં મોકલવાનો હોય? તે સહિતની પૂછતાછ પોલીસે હાથ ધરી છે અન્ય ત્રણ વોન્ટેડ (1) આ લોકસિંગ ચંદ્રવલી સિંગ રાજપૂત રહે સુરત(2) કિશન ઉર્ફે વિશાલ અશોક ચુડાસમા રહે વેજલપુર ભરૂચ (3) ગણેશ તેઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી સમગ્ર કેસ એલ ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે આગળ આ કેસમાં વધુ તપાસ એડિવિઝન પોલીસ ચલાવી રહી છે.