*ભરૂચમાં ભુ માફિયા બેફામ: આદિવાસી સમાજના લોકોની જમીનો પચાવી પાડવાનું કારસ્તાન: કોંગ્રેસી કાર્યકરો નું કલેકટરને વિસ્તૃત આવેદન*
ભરૂચ જિલ્લામાં કથિત ગેરકાયદેસર રેતી ખનન તેમજ ભુ માફિયાઓ દ્વારા આદિવાસી સમાજના લોકોની જમીન ફોસલાવીને પડાવી લેવાના ગેરકાયદેસર કામો અનેક સામે આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભૂ માફિયાઓની મિલી ભગતના કારણે નર્મદા નદીની આસપાસના વિસ્તારમાં વિસ્તૃત ખાડા સામ્રાજ્ય સર્જાઇ ચુક્યું છે, જેના કારણે અહીં આવનાર લોકો મોતને ભેટે છે ભરૂચ જિલ્લામાં કુદરતી સંપત્તિ ને ગંભીર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં સરકાર આંખ આડા કાન કરી બેઠી છે તે સહિતનો આક્રોશ કોંગ્રેસી કાર્યકરોએ વ્યક્ત કરી જિલ્લા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
આ સમગ્ર લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય તથા આસપાસના વિસ્તારમાં ખનીજની સંપદા ને વિપુલ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવે છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદી એ પિતૃ તર્પણ માટે અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે લોકો નર્મદાના કિનારા પર પોતાના સ્વજનોને અંજલી આપવા આવી તેમની પિતૃ
તર્પણની વિધિ કરતા હોય છે જેના અનુસંધાને ફરજિયાત નર્મદા નદીમાં સ્નાન કરી વિધિ પૂર્ણ કરવા ની હોય છે આથી નર્મદા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આવેલા લોકોના સ્નાન કરવા જતા મૃત્યુ થયા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે , તેમ છતાં તંત્ર દ્વારા માસુમ લોકોના જીવ બચાવવા કોઈ પગલા ભરવામાં ન આવ્યા અને ભુ માફિયાઓ દ્વારા રેત ખનન કરી સમગ્ર નર્મદા નદીના તટમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાઈ ચૂક્યું છે જે સમગ્ર બ
ભૂ માફીયાઓ અને ભાજપના મોટા માથાઓ વિરુદ્ધ આજે કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરી કલેકટર સમક્ષ વિસ્તૃત લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે.
આ લેખિત આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાની આસપાસ અનેક આદિવાસી પરિવારો રહે છે, સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે તેમને જમીન આપવામાં આવેલ છે જે જમીનમાં નીતિ નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ જમીનને ગીરો વેચાણ કે ભાડે આપી શકે નહીં તેમ છતાં અહીં અનેક લોકો ની પરમિશન વગર ભૂ માફિયાઓ દ્વારા આદિવાસી સમાજના લોકોની ગેરકાયદેસર રીતે જમીન પચાવી લઈ ખોદકામ કરતા હોય તેવું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કલેકટર કચેરી ખાતે ભૂ માફિયાઓ વિરુદ્ધ રજૂઆત કરવા ગયા તે સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોંગ્રેસી કાર્યકરોએ ભરૂચ જિલ્લામાં ભુ માફિયાઓ બેફામ ડમ્પરો ચલાવી અનેક માસુમ લોકોના જીવ જાય છે તે સહિતના કટાક્ષ ભર્યા આક્ષેપ કરી જણાવ્યું હતું કે તેઓ પર કોઈ કાર્યવાહી કેમ ?થતી નથી? અને સાચી વાત જણાવતા કોંગ્રેસના કાર્યકરોની અવારનવાર અટકાયત હાથ ધરવામાં આવે છે તો સરકાર સમક્ષ અને કલેક્ટર સમક્ષ કાયદાની રૂએ કામગીરી કરવા કોંગ્રેસી કાર્યકરોએ માંગ કરેલ છે.