Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગુજરાતમાં પ્રથમ વખત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી…. જેપી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર નું પણ આયોજન કરાયું.

Share

ગુજરાતમાં પ્રથમ વખત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી…. જેપી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર નું પણ આયોજન કરાયું……………. અંકલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ક્ષેત્રે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે યુરોપિયન દેશ ક્રોએશિયા ની નામાંકિત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હંટર્સ ની બ્રાન્ચ ગુજરાતમાં પ્રથમ શરૂ કરવામાં આવી છે. સાથે ભરૂચની જેપી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે આ અંગેનીક માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ લોકો વિદેશમાં પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્થાયી કરવા માટે અલગ અલગ એકેડેમીઓના ચકકરો કાપે છે તો બીજી તરફ નિષ્ણાત લોકો પણ કામ કરવા અને ત્યાં સ્થાયી થવા માટે દોડધામ કરતા હોય છે ત્યારે યુરોપિયન દેશ એવા ક્રોએશિયા ની નામાંકિત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરના ઓમકાર શોપિંગ ટુ માં પોતાની બ્રાન્ચ શરૂ કરી છે જેનું ઓપનિંગ હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સના કો ફાઉન્ડેડર તેમજ સીઈઓ ડેજાન ટૉનજાનસ્કી ના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમના પ્રસંગે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ધ્યે ભારત વિદ્યાર્થીઓ અને કામમાં નિષ્ણાત લોકોને વિદેશમાં સ્થાયી કરવા માં મદદ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે વિઝા વર્ક પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓને કાઉન્સિલિંગ કરવું અને નિષ્ણાત લોકો થકી માર્ગદર્શન આપવું છે તેઓ ભારત માટે એક વિશેષ વિચાર ધરાવે છે કે સ્થાનિક લોકો વિશ્વ ફલક ઉપર તક તેમજ તેમને સશક્તિકરણ કરવા અને તેમનું મિશન છે જેના માટે અમે અંકલેશ્વરમાં બ્રાન્ચ શરૂ કરી છે તમામ લોકો જે કાબેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્થળે સરળ અને વધુ પ્રમાણમાં લોકો ને આગળ લઈ જવાનો છે. તેઓ દ્વારા ભરૂચની જેપી કોલેજમાં પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન શિબિરમાં તેઓ દ્વારા વિદેશમાં અભ્યાસ કરવા માટે શું કરવું જોઈએ વિઝા અને પ્રોસેસ કેવી રીતે કરવી જોઈએ કઈ યુનિવર્સિટીમાં કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ તે અંગેની વિસ્તારપૂર્વક સમજ આપી હતી આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો આચાર્ય સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ માર્ગદર્શન શિબિર નો લાભ લીધો હતો અંકલેશ્વર ખાતે શરૂ થયેલી બ્રાન્ચના ઓપનિંગ સમયે આઈ આઈ સી એલ ગ્લોબલ ના ફાઉન્ડર આરીફ કુરેશી iicl ગ્લોબલના સીઈઓ ધર્મેશ દલાલ તેમ જ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં મહુવેજમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ કાર્નિવલ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!