*ભરૂચના ત્રાસલામાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર ની મુલાકાત લેતા સેકન્ડ ઈનિંગ રીટાયર્ડ પોલીસ ગ્રુપ*
ભરૂચ જિલ્લાના ત્રાસલામાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર દિવ્યાંગ બાળકોની શાળામાં સેકન્ડ ઈનિંગ રિસાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન વિવિધ સ્કીલ ધરાવતા બાળકો સાથે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ના સભ્યોએ તેમના કૌશલ્યની પરખ માટે સમય પસાર કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ત્રાસલા માં અસ્મિતા વિકાસ કેન્દ્ર આવેલ છે, જેની રીટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી , આ મુલાકાત દરમિયાન અસ્મિતા વિકાસ કેન્દ્રના ઇન્ચાર્જ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો અભ્યાસની સાથે અવનવી પ્રવૃત્તિ થી જોડવામાં આવે છે આ કેન્દ્રના ઇન્ચાર્જ પિયુષભાઈ દ્વારા દરેક દિવ્યાંગ બાળકની સુપેરે દેખરેખ હેઠળ તેમને કૌશલ્ય ની તાલીમ આપવામાં આવે છે, આવનાર દિવ્યાંગ બાળક પોતાના કામ અને કૌશલ્ય થકી પગભર થઈ આજીવિકા મેળવી શકે તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે, સેકન્ડ ઈનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના સભ્યોએ અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો સાથે આત્મીયતા પૂર્વક સમય પસાર કર્યો હતો બાળકોની અવનવી પ્રવૃત્તિઓ વિશે કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા તમામ સભ્યોને માહિતગાર પણ કર્યા હતા સેકન્ડ ઈનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના સભ્યોએ અસ્મિતા વિકાસ કેન્દ્ર ની કામગીરીની સરાહના કરી હતી.