Proud of Gujarat
BusinessFeaturedGujaratINDIA

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

Share

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

“ટી.કે આઈડિઅલ એજયુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “ટી.કે. આઈડિઅલ ક્લિનિક”ના સંયુક્ત ઉપક્રમે કરજણના વલણ ગામે 6ઠ્ઠો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, માંકણ અને આસપાસના ગામોનાં લોકોને “રાહત દરે” મળ્યો હતો.

Advertisement

ખરજવું, દાદ, ફંગલ, લકવા, શરીરનો દુઃખાવો, કમરદર્દ, સાંધા, ગરદન અને ઘુંટણનો દુઃખાવો, સાયટિકા, નસો જકડાઈ જવી, સ્કીન એલર્જી વગેરે તકલીફો લોહીની ખરાબીને લીધે થતી હોય છે. જેને હિજામા થેરાપીથી (કપિંગ થેરાપી) દૂર કરવામાં આવે છે.

વડોદરા ‘અરબ હિજામા સેન્ટર’ના હિજામા થેરાપિસ્ટ અરબભાઈ અને સાનીદભાઈ દ્વારા દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસીફભાઈ કિકા (ઉર્ફે ટી.કે. સર) અને ડૉક્ટર અકીલાબાનું કિકાએ જહેમત ઉઠાવી હતી.

~ તૌસીફ કિકા, વલણ


Share

Related posts

ગળતેશ્વરમાં પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું

ProudOfGujarat

ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનું વાતાવરણ જામ્યું: ઠેર ઠેર બટાકા અને શક્કરીયાના હંગામી બજારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!