*ભરૂચમાં જેલના કેદીઓના પુનર્વસન માટે સંભવ ઈનીસીએટીવ દ્વારા કોશિશ કી આશકેન્દ્રનું ઉદ્ઘાટન*
ભરૂચ જિલ્લામાં સંભવ ઈનીસીએટીવ દ્વારા જેલના કેદીઓનું પુનર્વસન થાય તે હેતુથી *કોશિશ કી આશા* કેન્દ્રનું ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત હાઇકોર્ટના અન્ય જજ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સહિતના લોકો જોડાયા હતા.
સંભવ ઈનીસીએટીવ દ્વારા ભરૂચ ખાતે કોશિશ કી આશા કેન્દ્રનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જેલમાં કેદી ઓનું પુનર્વસન થાય તેમની સુધારણા અને પુનઃ એકાકીકરણ નો ઉદ્દેશ્ય સિદ્ધ થાય તેવો રહ્યો છે, આ વિષયમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ડોક્ટર અશોકકુમાર જોશી એ જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં કોઈ વ્યક્તિથી જાણતા જાણતા એક સમયે ગુનો બની ગયો, ત્યારબાદ જેલમાં નક્કી કરેલ સમય ગાળો વિતાવ્યા બાદ તેમનું સમાજમાં પુનર્વસન થાય તે હેતુથી અહીં તેમનું સાયકોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે છે, તેમના માટે સાઈક્રેટિસ્ટ ડોક્ટરની પણ નિમણૂક કરવામાં આવે છે, જે તેનું અવારનવાર કાઉન્સેલિંગ કરે છે જેની મદદથી કેદીનું સમાજમાં પુનર્વસન કરવામાં આવે છે અને તેમનો સામાજિક સ્થાન સુધારણા અને ભારતમાં સમાન નાગરિકતા ધારો છે તે મુજબ તમામ લોકોના અધિકારો એક સમાન હોવા જોઈએ, એ કાયદા મુજબ સમાન નાગરિક ધારા ને અનુરૂપ કેદી ને પણ તેમનો સામાજિક સ્થાન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે સંભવ ઇનિશેટિવ દ્વારા સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે જે કામગીરી અત્યંત સરાહનીય છે. આ કેન્દ્રની સ્થાપના માનનીય ન્યાયાધીશ સી. કે. ઠક્કર જે ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ અને સંભવના પેટ્રોન જસ્ટિસ એમ. આર. શાહ ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ છે, તેમના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટી, આર.કે દેસાઈ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ભરૂચ , જસ્ટિસ ડો. અશોકકુમાર જોશી પૂર્વ જજ ગુજરાત હાઇકોર્ટ એમ.પી. રાઠોડ અધિક્ષક જિલ્લા જેલ સંભવ ઈનીસીએટીવના સ્થાપક હીરાંશી શાહ સહિતના જિલ્લાના આગેવાનો ભરૂચ બાર અને બેચના નિષ્ણાતો જોડાયા હતા.