સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ની બહેનો દ્વારા ભાઇ બહેનના પવિત્ર પ્રેમ નો તહેવાર રક્ષાબંધન ભરૂચની જિલ્લા જેલમાં કેદીભાઇઓ તેમજ બહેનો, જિલ્લા જેલ ના અધિકારીઓ તથા સ્ટાફના ભાઇઓને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી ને ઉજવવામાં આવ્યો. સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા કેદીભાઇઓને રાખડી બાંધીને તેઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે તેઓ આજદિન થી અન્ય કોઈપણ પ્રકારની અપરાધીક પ્રવૃત્તિમાં જોડાશે નહિ, હવેથી તેઓ સમાજ ના પ્રવાહમાં મળી જઇ એક સારા ઉત્કૃષ્ટ નાગરિક બનશે સાથે તેઓને એવોપણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે અપરાધીક માનસિકતા તથા પાન પડીકી, તમાકુ, ગુટકા, બીડી સિગારેટ, દારૂ કે કોઇપણ પ્રકારના નશીલા પદાર્થો નું સેવન કરશે નહિ તેનાથી તેઓ દુર રહેશે. આવા શુભ સંકલ્પ સાથે આ પ્રસંગે ઉપસ્થિત સમાજ સેવિકા જશુબેન પરમાર, એલિડ સ્કૂલના સંસ્થાપક સુરેખાબેન જાદવ, સમાજ સેવિકા ભાવનાબેન સંતોકી સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ બિનાબેન શાહ તથા સંસ્થાના બહેનો દ્વારા કેદી ભાઇઓ-બહેનો ના ઉજ્જવળ ભવિષ્ય માટેની મંગલ કામનાઓ કરવામાં આવી. કેદી ભાઇઓએ પણ બહેનોને વચન આપતા કહ્યું હતું કે તેઓ ર્દુવિચાર, ર્દુવ્યવહાર છોડીને,અપરાધ મુક્ત થઈ, વ્યસનો છોડીને સમાજમાં એકતા, ભાઈચારો અને પ્રેમ જળવાઇ રહે તેવા કાર્યો અમો સમાજમાં કરીશું. આ પ્રસંગે જિલ્લા જેલના અધિકારીઓએ રક્ષાબંધન નો તહેવાર ઉજવવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો.
જેલ ના કેદીઓ સાથે સંસ્કૃતિ સેવા સંસ્થાન ની બહેનો એ રક્ષાબંધન ની ઉજવણી કરી….જાણો ક્યાં
Advertisement