*અંકલેશ્વર જીઆઇડીસી માંથી શંકાસ્પદ મટીરીયલ સાથે એકને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ*
ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અંકલેશ્વર જીઆઇડીસી માં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ આવેલ હોય જે અવારનવાર શંકાસ્પદ કેમિકલની હેરાફેરી કરતી હોય છે જેને ઝડપી પાડવા અસરકારક કામગીરી કરવા અન્વયે એસ.ઓ.જી. પી.આઈ. ચૌધરી તથા એ. એ. છૈયા ના માર્ગદર્શન મુજબ એસ ઓ જીની એક ટીમ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે એક ખાનગી કંપનીના આઇસર ટેમ્પો માંથી શંકાસ્પદ પ્રવાહી મળી આવતા એક આરોપી સાથે શંકાસ્પદ પ્રવાહી નો જથ્થો એસોજીની ટીમે ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા એસ ઓ જી પોલીસ જીઆઇડીસી અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી અને હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ વિહીતા કેમ કંપની માંથી એક આઇસર ટેમ્પો પાસ પરમીટ વગર કે બિલ વગર શંકાસ્પદ મટીરીયલ પ્લાસ્ટિકના ભરી ખાલી કરવા જનાર છે, આ ચોક્કસ બાતમીના આધારે એસ. ઓ. જી. ની ટીમે બાતમી વાળી જગ્યા પર તલાસી લેતા હકીકતને આધારે ડીફોર્મ ચોપડી થી થોડા દૂર મિલન ટેંક ચોકડી તરફ જતા રોડ પર આવેલ હરિઓમ કોર્પોરેશન કંપની પાસે રોડ પર વોચ તપાસમાં એસઓજીની ટીમ રહી હોય જેથી આઈસર ટેમ્પો નંબર GJ- 16-Z- 9734 આવતા તેને રોકી લઇ એસઓજીની ટીમે તલાસી લેતા શંકાસ્પદ પ્રવાહી બેરલ નંગ 36 આઇસર ટેમ્પો ની અંદર ભર્યા હોય જે શંકાસ્પદ પ્રવાહીનું બિલ ચેક કરતા જથ્થો 6,380 કિલો કિંમત રૂપિયા 6,380 તથા ટેક્સ સાથે કિંમત રૂપિયા 7,528 તેમજ આઇસર ટેમ્પો કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ કિંમત 5,07 ,528 નો મુદ્દામાલ કબજે લઈ એસ ઓ જી પોલીસે જીતેન્દ્રકુમાર રામદાસ રાજપીપળા, મૂળ રહે ઉત્તર પ્રદેશ ને ઝડપી લઇ બીએનએસની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ એસઓજી ટીમ ભરૂચ ચલાવી રહી છે.