Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં હેઝાડ કેમિકલની હેરફેર કરતા બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી

Share

ભરૂચ માં હેઝાડ કેમિકલની હેરફેર કરતા બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી

ભરૂચના ઝઘડિયા ખાતેથી મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ અંકલેશ્વર જીઆઇડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ આવેલ હોય જે શંકાસ્પદ કેમિકલની હેરાફેરી કરતી હોય આ સમગ્ર કામગીરી બાબતે અસરકારક પગલાં લેવા માટે જિલ્લા પોલીસ દ્વારા એલસીબી ટીમને સૂચના આપવામાં આવેલ હોય જેના ભાગરૂપે ભરૂચ એલસીબી પોલીસે નલિયા થી નર્મદા ખાતે જનાર ટ્રકની તલાસી લેતા હેઝાર્ડ વેસ્ટના રૂ. 14 લાખના જથ્થાને ઝડપી લે બે શખ્સોને પોલીસ શકનજામા લીધેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા એલસીબીના પીઆઇ એમપી વાળા ના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમને બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ નંદુસલ ઇન્ડસ્ટ્રીઝ કંપની માંથી હાઇવા ટ્રક મારફત માટી જેવું કાળા કલરનું વેસ્ટ નીકળ્યું હોય જે ભરીને મહિરા બીક્સ નલિયા તિલકવાડા ખાતે ખાલી કરવા જનાર છે , જે બાતમી અને હકીકતના આધારે એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વોચ તપાસ ગોઠવી તલાસી લઈ બાતમી અને હકીકત વાળી જગ્યા પર રેડ પાડતા હાઈવા ટેમ્પો માં ભરેલ તીવ્ર વાસ વાળું માટી જેવું હેઝાડ વેસ્ટ ટ્રક મારફતે વહન કરવામાં આવતું હતું, જેને એલસીબી ની ટીમે કોર્ડન કરી તલાસી તલાસી લેતા ડ્રાઇવર પાસે કેમિકલ અંગેના પુરાવા તેમજ બિલ માંગવામાં આવ્યા હોય, જે રજૂ કરેલ પરંતુ બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ ટ્રકમાં ભરવામાં આવ્યું ના હોય, જેના કારણે ટ્રક ડ્રાઇવર(1) રેસિંગ ભાભોર રહે. મધ્યપ્રદેશ (2) નિલેશ નાનકા વસુનિયા રહે મધ્યપ્રદેશ ને ઝડપી લઇ પોલીસે ટ્રક નં. જીજે Z 3503 તથા જીજે 21 W 0229 મળી કુલ મુદ્દા માલ 14,00,584 કબજે લઈ એલસીબી પોલીસે બંને શખ્સોને જેલ હવાલે કરી બીએનએસ સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ વધુ તપાસ અર્થે એલસીબી ભરુચ પોલીસ મથકમાં કેસ ચાલી રહ્યો છે


Share

Related posts

ભરૂચ દુધધરા ડેરી ચરમેનને પદ પરથી દૂર કરવા નર્મદા જિલ્લાના જાગૃત નાગરિકની રજુઆત.

ProudOfGujarat

રાજ્યના રમત ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય વિજેતા બનેલી ગુજરાત વોલીબોલ ગર્લ્સ ટીમનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

વડોદરામાં ચાર વર્ષની બાળકી ઉપર ડોર ટુ ડોર કચરાની ગાડીનું ટાયર ફરી વળતાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!