*ભરૂચના નબીપુરની ખાનગી હોટલ માંથી બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે ત્રણની અટકાયત કરતી એલસીબી*
ભરૂચ જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 નબીપુર બ્રિજ નજીક આવેલ એક ખાનગી હોટલના કમ્પાઉન્ડમાંથી બિન અધિકૃત ડીઝલને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ઝડપી લઇ ત્રણ શખ્સોને જેલ હવાલે કર્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેર જિલ્લામાં બનતા બિનઅધિકૃત મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે પોલીસ અધિક્ષક તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ હતી, એલસીબી પી.આઇ. એમ. પી. વાળા પેટ્રોલિંગમાં હતા, તે સમયે ચોક્કસ બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 નબીપુર બ્રિજ નજીક આવેલ એક ખાનગી હોટલમાં સંચાલક તેની હોટલના કમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલ ટ્રકમાં ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ બિનઅધિકૃત ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો હોય, જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે બનાવ સ્થળ પર તલાસી લેતા સંગ્રહિત બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે ત્રણ શખ્સો સામેલ હોય (1) ગૌતમસિંગ પપ્પુસિંગ લબાના રહે ભરૂચ (2) સોનુસિંગ કવલજીત મજબી શીખ સરદાર રહે ભરૂચ. (3) રણજીત સિંગ સતનામસિંગ રહે ભરૂચને એલસીબી પોલીસે બિનઅધિકૃત ડીઝલ લિટર 120 કિંમત રૂપિયા 10,800-/ ડીઝલ કાઢવાની પ્લાસ્ટિકની નળી સહિતના મુદ્દા માલ સાથે ઝડપી લઇ ડીઝલનો જથ્થો તથા ત્રણેય આરોપીઓને અટકાયત કરી ભારતીય દંડ સંહિતા અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય શકશોને મુદ્દામાલ સાથે નબીપુર પોલીસ સ્ટેશનખાતે સોંપવામાં આવેલ છે.