ભરુચ
નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે આજે સવારે ૧૨ વાગ્યાના અરસામા નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી હતી. ઘણા વર્સો બાદ નર્મદા નદી બે કાઠે વહેતા તેમજ ભયજનક સપાટી વટાવતા લોકોના ટોળા નર્મદા ના પુર જોવા ઉમટી પડ્યા હતા.
ગત રાત્રીના સમયથી ભરુચ જીલ્લા તંત્ર ધ્વારા સંભવિત પુર અંગે કામગીરી શરુ કરી દેવામા આવી હતી જેના એક ભાગ રુપે નદી કિનરાના ભરુચ, અંક્લેશ્વર, હસોંટ,જગડીયા તલુકાના ૨૦ જેટલા ગામોને પુર અંગે સાવચેત કરી દેવાયા હતા તે સાથે જ ૫૦૦ લોકોનુ સ્થળાતર કરાયુ હતુ જયારે એસ.ડી.આર.એફ ની ટીમ આવી પહોચી હતી તેમણે તેમની કામગીરી નો આરંભ કર્યો હતો.
ગત રાત્રીના દોઢ વગ્યાના સુમારે નર્મદા ડેમના ૧૦ દરવાજા ખોલવામા આવ્યા હતા દશ દરવાજા ૦.૯૨ સે.મી. સુધી ખોલવામા આવ્યા હતા ડેમ ના દરવાજા ઇતિહાસમા પ્રથમવાર ખોલાયા હતા જે ડેમમા પાણી ની સપાટી ૧૩ મીટર વટાવતા ખોલયા હતા પાણીની આવક જાવકની પરિસ્થિતિ જોતા પાણીની આવક ૧૮૦૭૮૮ ક્યુસેક જ્યારે જાવક ૮૯૫૮૨ ક્યુસેક નોધાય હતી જ્યારે ગોરા બ્રિજ સાવચેતીના હેતુસર બંધ કરાયો હતો.વરસાદની પરિસ્થિતિ જોતા સમગ્ર ભરુચ જીલ્લામા આજે સવારે છ વાગે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન ૨૩૩ મી.લી વરસાદ નોધાયો હતો.