Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સામોર થી મોતાલી ગામ તરફ જતા ગડખોલ નજીક ડોક્ટર નો ફોન તથા લૂંટ કરનાર 2 આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ*

Share

*સામોર થી મોતાલી ગામ તરફ જતા ગડખોલ નજીક ડોક્ટર નો ફોન તથા લૂંટ કરનાર 2 આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ*

અંકલેશ્વરમાં આજથી છ મહિના અગાઉ રાત્રિના સમયે અંદાડા સામોર મિતાલી ગામ તરફ જવાના રોડ ની બાજુ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર નું લૂંટના ઇરાદે ખૂન કરવામાં આવ્યું હોય જે ગુના નો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 14/5/2024 ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સામોર થી મિતાલી ગામ તરફ જવાના રસ્તા પર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા જેવો ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર હોય તેમને માથાના ભાગે તથા છાતીના ભાગ પર કોઈ બોથડ પગ પદાર્થ જીકી મોતનીપજાવ્યું હોય તેવી ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક તથા એલસીબી ઇન્સ્પેક્ટર દ્વારા આ ગુનાના કામે તપાસ હાથ ધરવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા ના માર્ગદર્શન મુજબ આ ગુનાના કામના આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને કામગીરી સોંપવામાં આવેલ હોય, લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પરા ગુનાના કામે ગુના વાળી જગ્યા પર વિઝીટ કરવામાં આવતા આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા આ વિસ્તારની આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અલગ અલગ દ્રષ્ટિકોણ થી ઝીણવટ પૂર્વક આ કેસની તપાસ હાથ ધરવામાં આવેલ હોય જે દરમિયાન ઉજ્જૈન ખાતે રહેતો જગદીશ સિંગ સતપાલસિંગ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઇ ગોપાલભાઈ તડવી સંડોવાયેલ હોય જેની પોલીસ દ્વારા પૂછપરછ અંકલેશ્વર ખાતે હાથ ધરવામાં આવી હોય તેમની યુક્તિ પ્રયુક્તિ થી ઊંડાણપૂર્વકની પૂછ-પરછ કરતા તેઓએ ઉપરોક્ત બંને આરોપીઓ એકબીજાને ઓળખતા હોય આશરે છ મહિના પહેલા તેઓ બપોરના સમયે ત્રણ વાગ્યે ગડખોલ પાટિયા તરફ અયપ્પા મંદિર સામે કેનાલ તરફ મરણ જનાર ડોક્ટર ને લૂંટી લેવાના ઇરાદે દારૂ પીવડાવીને આયોજનપૂર્વક પ્લાનિંગ કરીને તેને પાસેથી બાઈક તથા મોબાઈલ હોય જે જૂટવી લેવાના ઇરાદે માથાના ભાગે ઈજા પહોંચાડી બાઈક તથા મોબાઇલ તેઓએ પડાવી લીધેલ હોય તેવી પોલીસ સમક્ષ કબુલાત આપેલ હોય આથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ જગદીશ સિંહ સતપાલ સિંહ રહે હાલ અયપ્પા મંદિર ની સામે અંકલેશ્વર ભરૂચ મૂળ રહે હૈદરાબાદ તેલંગાણા તથા લાલુ ગોપાલ તડવી રહે અયપ્પા મંદિર બાજુમાં ઝુપડપટ્ટી અંકલેશ્વર રહે ગરુડેશ્વર જિલ્લો નર્મદા બંનેને પોલીસે ઉનના ગુના ના કામે અટક કરી આગળ વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ખાતે કેસ સોંપવામાં આવેલ હોય આગળ ની કામગીરી અંકલેશ્વર પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.


Share

Related posts

ઉના તાલુકાના નવી વાજડી ગામના પાડીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

ગુજરાતમાં કૃષિ, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધશે, લાયસન્સ કરાયા ઈસ્યુ

ProudOfGujarat

શ્રાવણા માસના શનિવારે ભરૂચ જીલ્લાનાં ખ્યાતિપ્રાપ્ત હનુમાનજીના મંદિરો ખાતે ભક્તોની જામતી ભીડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!