*
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે.
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે.
આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.