ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી…
=> કેમિકલનું એક બેરલ ફાટતાં આગ ફાટી અને કંપની સત્તાધીશો નિષ્ફળ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…
=> કંપનીના કામદારોને પ્લાન્ટ ની બહાર કાઢવામાં આવતાં જાનહાની ટળી…
ઝઘડિયા ખાતે આવેલ નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં બુધવારના રોજ અચાનક આંખ ફાટી નીકળી હતી જેને કાબુમાં લેવામાં કંપની સત્તાધીશો નિષ્ફળ ગયા હતા અને છેવટે ફાયર ટેન્ડરની મદદ લેવી પડી હતી સદનસીબ આ ઘટનામાં કોઈ જાનહાનિની થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા જ ઇન્ડસ્ટ્રીઝ માં આવેલી નાઈટ્રિક્સ કેમિકલ કંપનીમાં એક કેમિકલ ભરેલા બેરલમાં આગ ફાટી નીકળી હતી. કયા કારણોસર આગ ફાટી નીકળી એ તો હજુ સુધી જાણમાં આવ્યું નથી પરંતુ કંપની સત્તાધીશો કે કર્મચારીઓ આગને કાબુમાં લેવામાં નિષ્ફળ ગયા હતા. જેને લઇને આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને બેરલની સાથે રહેલા અન્ય બેરેલોમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગના ધુમાડા દૂરદૂર સુધી દેખાતા હતા. સદનસીબે તમામ કર્મચારીઓ અને કામદારોને કંપની સત્તાધીશોએ પ્લાન્ટ બહાર મોકલી દેતા જાનહાની ટળી હતી. છેવટે ફાયર બ્રિગેડની મદદ લેવી જ પડી હતી.
જોકે આ લખાય છે ત્યાં સુધી આટલી મોટી દુર્ઘટના થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. એ લોકોની દિવાળી હજુ ચાલુ જ હોય એમ લાગી રહ્યું છે.