*પાનોલી જીઆઇડીસી ના કામધેનુ એસ્ટેટ-2 માંથી રૂપિયા 19 લાખ થી વધુ ના મુદ્દા માલ ને ઝડપી લેતી પોલીસ*
પાનોલી જીઆઇડીસી માં આવેલ કામધેનુ એસ્ટેટ બેમાંથી રૂપિયા ૧૯ લાખ થી વધુ ના વિદેશી દારૂના જથ્થાને હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા પાનોલી પોલીસે ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં ચાલતી દારૂ જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા તથા અંકલેશ્વર વિભાગ ભરૂચ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવતા પી.આઈ એસએમ દેસાઈ પાનોલી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે પાનોલી જીઆઇડીસીમાં કામધેનુ એસ્ટેટ 2 માં આવેલ પ્લોટ નંબર 19 ના ગોડાઉનમાં શંકાસ્પદ જણાતા બોક્સ પડ્યા હોય જે ચોક્કસ બાતમીના આધારે પાનોલી પોલીસે કામધેનુ એસ્ટેટ 2 માં બાતમી વાળી જગ્યા પર પોલીસ કાફલા સાથે રેડ પાડવામાં આવતા કામધેનુ એસ્ટેટ -2 માંથી ભારતીય બનાવટના ઇંગલિશ દારૂના જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી કાચની બોટલ તથા બિયરના ટીમ મળી આવ્યા હોય ફુલ નંગ 10,836 કિંમત રૂપિયા 19,04, 969 નો મુદ્દામાલ પોલીસે ઝડપી ઝડપી લઇ આ બિન વારસો મુદ્દામાલ અહીં કોણ રાખી ગયું છે? તે સહિતની તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે આ સમગ્ર કામગીરી એમ એમ દેસાઈ સહિતના સ્ટાફે કરી હતી