ભરૂચના શુક્લતીર્થ ખાતે કારતકી પૂનમના અવસરે ભવ્ય ધાર્મિક તેમજ આનંદ મેળા નું આયોજન…
=> ભગવાન વિષ્ણુ અને શુકલેશ્વર મહાદેવના જન્મ નિમિત્તે પ્રતિવર્ષ આયોજન કરાય છે…
ભરૂચના શુકલેશ્વર ગામ ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને શુકલેશ્વર મહાદેવના જન્મ જયંતી નિમિત્તે ભારે મોટી સંખ્યામાં ભક્તજનો ઊમટી પડે છે પ્રતિવર્ષ શુકલતીર્થ ગામે આ પ્રસંગે ભવ્ય મેળાવડાનું તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ રાઈડ્સ સાથેના આયોજન પણ કરાય છે.
ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા શુકલતીર્થ કામે ભગવાન વિષ્ણુ ભવ્ય મંદિર છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ દરેક કાર્તિકી પૂર્ણિમાના દિવસે સ્વયમ નર્મદા નદીમાંથી પ્રગટ થઈને આ સ્થળે આવે છે સાથે જ શુકલેશ્વર મહાદેવની પણ જન્મ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી ભવ્ય મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે ઊમટી પડે છે. શુક્લતીર્થ આમ પણ પ્રચલિત યાત્રાધામ ઉપરાંત પ્રવાસન ધામ તરીકે પણ પ્રખ્યાત છે. આ અંગે ગામના આગેવાને જણાવ્યું હતું કે આ વર્ષે પણ પ્રતિવર્ષની જેમ ભવ્ય આયોજનની તૈયારીઓ પૂર્ણતાના આરે છે.