ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો નગરપાલિકા પર હલ્લાબોલ…
=> વિકાસના કામોમાં નગરપાલિકા તંત્ર ઉણુ ઉતર્યું હોવાનો આક્ષેપ…
ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ આજે રોડ રસ્તા પાણી તેમજ વીજળીના મુદ્દે ભરૂચ નગરપાલિકાએ હલ્લો બોલાવ્યો હતો અને આક્રોશ ઠાલવ્યો હતો.
ભરૂચ નગરપાલિકા ભરૂચના પશ્ચિમ વિસ્તાર સાથે વર્તન રાખતી હોવાના અક્ષેપ સાથે પશ્ચિમ વિસ્તારના યુવાનો તેમજ વડીલોએ આજે નગરપાલિકા પર આક્રોશાલ આપ્યો હતો અને નગરપાલિકા કચેરી પર જઈને હલ્લો બોલાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાના ઢાલથી મહંમદપુરા વિસ્તારના લોકો રોડ રસ્તા અને પાણીની તકલીફ સહન કરી રહ્યા છે. વારંવાર આ રજૂઆત કરવા છતાં પણ આ કામ થતા નથી અને હલ્લો બોલાવે ત્યાર પછી કામ ચાલુ થાય છે.
વધુમાં સ્થાનિક રહી છે આક્ષેપક કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના ચેરમેન ધમેન્દ્ર પ્રજાપતિ વિડીયો વાયરલ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો આવું કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો જે પણ યોગ્ય નથી અમને અમારા કામ સાથે નિસ્બત છે પ્રસિધ્ધિ મેળવવા માટે અમે આ બધું નથી કરતા.