Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

Share

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

ભારતીય સમાજ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, ગુજરાતમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક છઠ પૂજાની ઉજવણી કરી હતી તમામ ઉત્તર ભારતીય માટે આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે શુભેચ્છા પાઠવી તેમની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Advertisement

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારોએ ઉત્સાહપૂર્વક આજે છઠ્ઠો પૂજાની ઉજવણી કરી હતી આ ઉજવણીમાં મહિલાઓ વ્રત રાખી પરિવાર માટે પ્રાર્થના કરે છે છઠપૂજા નું ઉત્તર ભારતમાં અનેરુ મહત્વ રહ્યું છે આ પૂજા દરમિયાન ઘુટણ સુધીના પાણીમાં ઊભા રહી મહિલાઓ દ્વારા સૂર્યાસ્ત સમયે સૂર્ય ની પૂજા કરવામાં આવે છે તેમજ બીજા દિવસે સૂર્યોદય સમયે પણ સૂર્યદેવતાની પૂજા અર્ચના કરી પરિવારની સુખ શાંતિ માટે કામના કરવામાં આવે છે આજે અંકલેશ્વરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠપૂજાની વિધિ વિધાનપૂર્વકની પ્રથમ પૂજા યોજાઇ હતી જેમાં શહેરના આગેવાનોએ ઉપસ્થિત રહી સર્વે ઉત્તર ભારતીય પરિવારોને છઠપૂજાની શુભકામનાઓ પાઠવી હતી.


Share

Related posts

ઝઘડિયા : રાજપારડી નગરમાં આરોગ્ય કર્મીઓ દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં દવાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ : નાંદોલા દુધ ઉત્પાદક મંડળીએ ગામનાં તમામ પરિવારોને પાંચ લિટર તેલની કીટ વિતરણ કરી.

ProudOfGujarat

ભરૂચ : રિલાયન્સ મોલની સામે રાત્રિનાં 2 વાગ્યાનાં અરસામાં કારમાં પિસ્તોલ, તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે પરપ્રાંતીય ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!