લીંબડી ખાકચોક વિસ્તારમાં અજગરનુ બચ્ચું નિકરતા અફરાતફરી મચી હતી ત્યારે ઇસુભાઈ ચાવડા દ્રારા રેસ્ક્યુ કરી અજગર ને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું
ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડાં સમય પહેલાં લીંબડીના ધાધરેટીયા ગામે મહાકાય 12 ઉપરનો અજગર દેખાયો હતો ત્યારે વળી આજે લીંબડી ખાકચોક વિસ્તારમાં આવેલ એક સ્થળે અજગરનુ બચ્ચું દેખાયું હતું ત્યારે લીંબડીના જીવદયાપ્રેમી એવા ઇસુભાઈ ચાવડા દ્રારા રેસ્ક્યુ હાથ ધરી આ અજગરના બચ્ચાને પકડી વન વિભાગને સોંપ્યું હતું ત્યારે વન વિભાગના આર.એફ.ઓ. નિપુલભાઈ લકુમ, વનપાલ આર.એમ.સિધવ અને ડી.એસ.તડવીને આ અજગરનુ બચ્ચું સોંપ્યું હતું ત્યારે આ બચ્ચાને સુરક્ષિત સ્થળે વન વિભાગ દ્વારા મુકવામાં આવશે ત્યારે ઈસુ ચાવડા દ્રારા લોકોને મેસેજ આપવામાં આવ્યો હતો કે કયારે પણ આવા જીવ દેખાય તો મારવાં નહીં પણ મને જાણ કરી સુરક્ષિત જગ્યાએ છોડવૂ
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર