*ભરૂચના દિલ્હી એક્સપ્રેસ વે પરથી રૂપિયા 20 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડતી તાલુકા પોલીસ*
ભરૂચ જિલ્લામાં યુવાનો નશાકારક પદાર્થોથી દૂર રહે તથા ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ડો. કૌશલ ઓઝા ની સુચના અનુસાર નો ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા થી ભરૂચ તરફ આવતી એક ગાડીમાંથી શંકા ના આધારે તાલુકા પોલીસની ટીમે રૂપિયા 20 લાખથી વધુના મુદ્દા માલ સાથે ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન મુજબ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા થી ભરૂચ તરફ એક સફેદ કલરની ઇનોવા ગાડી માં અમુક શકશો શંકાસ્પદ માદક કેફી પદાર્થો ભરીને વેચાણ અર્થે આવેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે સતત વોચ અને પેટ્રોલિંગ દ્વારા. હતી તે દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતી innova ગાડી નંબર GJ-16-AV-1655 માં તલાસી હાથ ધરતા સફેદ કલરની ઇનોવા ગાડી માં ડ્રગ્સ નો વેચાણ અર્થે હેરફેર કરવામાં આવતો હોય જેની એક ગ્રામ ની કિંમત રૂપિયા 10,000 લેખે કુલ 180 kg ની કિંમત રૂપિયા 18 લાખ તથા મોબાઈલ ફોન ની કિંમત રૂપિયા ૧૫ હજાર, હેરાફેરી કરતી કાર સહિતના તમામ હેરાફેરી ના સાધનો સહિત અંગ જડતીમાંથી મળેલ રૂપિયા સહિત કુલ રૂપિયા 20,22,520-/ ના મુદ્દા માલ સાથે ત્રણ શખ્સો 1)ઇલિયાસ અલીફ હુસેન મલેક, 2)અશરફ ઈદ્રીશ મુનસી, 3) હનીફ અનવર વજેસંગ ત્રણેય શખ્સોને ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અન્ય એક વોન્ટેડ આરોપી રવુ રહે. મુંબઈ તેની પણ તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.