ભરૂચમાં ફાલ્ગુની પાઠક સુરોના તાલ સાથે ગરબા રસિકોને ડોલાવશે: તપોવન પરિવારનું આયોજન
ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત નવરાત્રી દરમિયાન તથા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2024 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે , જેમાં પારંપરિક ભાતીગળ ગરબા ના ગીત સાથે ક્લાસિકલ મ્યુઝિક યુવા હૈયાને ગરબે રમાડવામાં આવશે, તેમ તપોવનના સંચાલક જણાવ્યું છે.
ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત તપોવન ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે, જેમાં 50,000 ચોરસ મીટરનું મુખ્ય ગ્રાઉન્ડ પર યુવા હૈયાઓ ગરબા ના તાલે ઝુમસે તથા વીઆઈપી માટે તેમજ સિનિયર સિટીઝન માટે અલગથી ખાસ ગરબા રમી શકાય તેવું ખાસ ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાં અંદાજિત 50,000 થી વધુ લોકો એકી સાથે ગરબા રમી શકશે , આ ગરબા મહોત્સવમાં વડોદરા નું પ્રખ્યાત આરોહી કલાવૃંદ જેના 20 થી 25 કલાકારો સૂરોના તાલે ભાતીગળ સંસ્કૃતિ શેરી ગરબાની ઝલક સાથે સર્વે ગરબે ઝૂમતા યુવા હૈયાને ડોલાવશે શરદપૂર્ણિમા નિમિત્તે ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક દ્વારા સુરોના તાલે ભરૂચના યુવા હૈયાઓને ગરબાના તાલે રમઝટ જમાવશે, આ ગરબા મહોત્સવનું આયોજન પ્રથમ વખત તપોવન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બી.એડ ના તાલીમાર્થી બહેનો, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ, પાઠશાળાના ઋષિ કુમારો, અધ્યાપકો ,કર્મચારીઓ દ્વારા નવરાત્રી ના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, આ સમગ્ર કામગીરી નું સંચાલન નિયામક જાગૃતિ પંડ્યા કરી રહ્યા છે.