ભરૂચમાં શાળા સંચાલક ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ: પટેલની જીત નિશ્ચિત નો દાવો કરતાં શિક્ષકો
ભરૂચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં બહોડા પ્રમાણમાં શિક્ષકોએ પોતાના પસંદગીના ઉમેદવારને છૂટી કાઢવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં આજે શાળા સંચાલક મંડળ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક ની ચૂંટણી યોજાઈ રહી છે , જેમાં કુલ ત્રણ ઉમેદવાર હોય એ પોતાની દાવેદારી નોંધાવી છે જે.વી. પટેલ , પરવડીયા સાહેબ અને ખુરાન સાહેબ સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષકો જેવી પટેલ સાથે હોય તેવું ભરૂચના શિક્ષકોએ જણાવ્યું છે, આજે યોજાઈ રહેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક તરીકે એક વ્યક્તિની નિમણૂક થશે જેમાં તમામ શિક્ષકોએ એક જૂથ થઈ જે.વી. પટેલને જીતાડવા માટે કવાયત હાથ ધરેલ છે, શૈક્ષણિક જગતમાં પણ સંચાલક તરીકેની ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવવા માટે આજે ત્રણ દાવેદારો મેદાનમાં છે જેમાંથી પટેલની જીત નિશ્ચિત હોય તેવો ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ દાવો કર્યો છે, આખરે ચૂંટણી યોજાઈ ગયા બાદ પરિણામ જાહેર થશે ત્યારે ખ્યાલ આવશે કે જીત કોની થઈ છે હાલ તમામ ત્રણેય ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સંચાલકની ભૂમિકા આખરે કોને સોંપવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે મહત્વનું ગણાતું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઉત્સાહભેર રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકોએ મતદાન કર્યું છે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ થશે ત્યારે પરિણામ જાહેર થશે ત્યારે કોના શિરે સંચાલકનો તાજ શિક્ષકો ઢોળે છે તે જોવું રહ્યું?