Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માંથી અપહરણ કરનારને ગણતરીની કલાકોમાં જેલ હવાલે કરતી પોલીસ

Share

અંકલેશ્વર જીઆઇડીસી માંથી અપહરણ કરનારને ગણતરીની કલાકોમાં જેલ હવાલે કરતી પોલીસ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી અપહરણ થયેલ શખ્સને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગણતરીની કલાકોમાં મુક્ત કરી અપહરણ મા સંડોવાયેલ 10 જેટલા સક્ષોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં થી ગતરાત્રિના સાંજના સમયે અનર્જિત શોભિત શાહનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે જીઆઇડીસી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા તલાસી હાથ ધરતા 3 અજાણ્યા શકશો ભરૂચ ખાતેથી એક સફેદ કલરની સ્કોર્પિયો ફોરવીલ ગાડી લઈને જતા હોય પોતાનો ઇરાદો પાર પાડવા માટે આથી ભોગ બનનાર અનર્જિત શોભિત શાહ ને આઈ ટેન ફોરવીલ ગાડી સાથે અપહરણ કરેલ હોય જેથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આ કામને અંજામ આપનાર 10 આરોપીઓ જેમાં (1) દિપક રમેશ પટેલ (2) મહેશ અબુ વસાવા (3) પ્રકાશ સુશીલ ત્રિવેદી (4) કરણસિંહ લોટનસિંહ ગીરસે, (5) ભૌતિક હરેશ લુણાગરિયા(6) જમીર શબીર મલેક (7) ચિરાગ રણછોડ પટેલ(8) વિપુલ બાબુ ભાદાણી (9)મિતુલ કાંતિ ડોબરીયા (10)જગદીશ વિઠ્ઠલ દોમડીયા સહિતનાઓને ઝડપી લઇ અપહરણ કરનારની i-10 ગાડી નંબર GJ-16- CB- 6255 તથા ગુનાના કાવતરામાં ઉપયોગમાં લીધેલ scorpio ગાડી નંબર GJ-16-BK- 0476 અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કબજે લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 (3) 309 (4), 3 , 5 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચમાં ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ, દહેજ માર્ગ પર ટાયરો સળગ્યા, વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

ProudOfGujarat

કોરોના સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા મોતાલ ગામ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!