Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝાડેશ્વર કન્યા શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું

Share

ઝાડેશ્વર કન્યા શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું

ભરૂચ:
ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામ ગ્રામ પંચાયત કચેરી પાછળ આવેલી સરકારી કન્યાશાળામાં મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. આર્થિક અસક્ષમ અભ્યાસુ વિધાર્થીઓને મદદ કરતી અતુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ શાળાઓમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરતા રહે છે. ત્યારે ઝાડેશ્વરની કન્યા શાળા ખાતે ગતરોજ શાળામાં અભ્યાસ કરતી ૧૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. નિઃશુલ્ક કાર્યક્રમ દરમિયાન અતુલ કંપની અંકલેશ્વરના સ્ટાફ રામ જાની, સલીમભાઈ, મુકેશ શર્મા, પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડીયા, ગામના આગેવાન પરેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. નોટબુક વિતરણ સમયે બાળકીઓ મોઢા ઉપર ભાવભર્યું સ્મિત છલકી આવતા હાજર મહેમાનો પણ રાજી થયા હતા. શાળાની શિક્ષકાઓ અને સ્ટાફ દ્વારા નોટબુક વિતરણ બાબતે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ શાળાના આચાર્ય મોનિકાબેન પટેલ, સી.આર.સી.જયાબેન જાદવએ રજુઆત કરી હતી કે ઝાડેશ્વર ગામમાં કન્યા તેમજ કુમાર શાળા પણ આવેલ છે બહેન કન્યા શાળામાં અભ્યાસ કરે છે ત્યારે તેમનો ભાઈ કુમાર શાળામાં અભ્યાસ કરતો હોય જેથી ભાઈ બહેન બન્નેને નોટબુક મળે અને તેથી જ બન્ને શાળામાં નોટબુક વિતરણ થાય તે જરૂરી છે. જોકે આ બાબતને ધ્યાને લઇ અતુલ ફાઉન્ડેશન દ્વારા આવનાર સમયે કન્યા તેમજ કુમાર શાળા ખાતે પણ નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં લેન્ડ લુઝરોને નોકરીમાં ન લેવાનો વિવાદ વકરતા ચકચાર…

ProudOfGujarat

વાપીની બેંકોમાં ગ્રાહકોને કાગળની ગડ્ડી પકડાવી છેતરતી મુથ્થુ ગેંગના 4 ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!