ભરૂચના ડીએસપીનો હુંકાર જિલ્લાને બાનમાં લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને સાખી લેવાશે નહીં
— ભરૂચમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે બે શખ્સને ઝડપી પાડતી દહેજ પોલીસ
ભરૂચ જિલ્લામાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા શખ્સોને અટકાવવા માટે તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ગેરકાયદેસર હથિયાર રાખતા લોકોને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હોય જે અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે દહેજ પોલીસે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દહેજ પોલીસ જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે વડદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત વાસુદેવ યાદવ રહે વડદલા જીલ્લો મૂળ રહે બિહાર મધ્યપ્રદેશ પાસે ગેરકાયદેસર રીતે અગ્નિ શસ્ત્ર દેશી હાથ બનાવટ નો તમંચો નંગ એક તથા જીવતા કારતુસ નંગ એક હોય છે ચોક્કસ બાતમીના આધારે દહેજ પોલીસે તલાસી લેતા અભિજીત કુમાર પાસેથી વર્ણન વાળી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ હોય જેની ઊંડાણપૂર્વકની પોલીસે પૂછતાજ કરતા જણાવ્યું હતું કે તેમની સાથે કંપનીમાં નોકરી કરતા મેહુલ ભીખુભાઈ માછી રહે ભાડભૂત મેન બજાર ભરૂચ ને વેચાણ અર્થે પોતાના ગામથી અગ્નિ શસ્ત્ર લાવેલ હોય આથી પોલીસે મેહુલ ભીખુભાઈ માછી રહે ભાડભૂત મેન બજાર જીલ્લો ભરૂચ ને તથા ગેરકાયદેસર રીતે હાથ બનાવટ નો દેશી તમંચો રાખનાર અભિજીત કુમાર બંનેની અટકાયત કરી આર્મસ એક્ટ (195 ની કલમ 25(1) બી તથા જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અત્રે નોંધનીય છે કે ભરૂચમા પોલીસ જાહેર જનતાને પણ અનુરોધ કરતી હોય છે કે જો કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ આપણી આસપાસ બનતી જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો તેમ પોલીસ સૂચનો આપતી હોય છે આવી ઘટનાઓ સામે આવતા પોલીસ ના સૂચનો ને અનુસરવું રહ્યું