ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરતા મમતાઝ પટેલ
ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, આ નુકસાનીના કારણે ભરૂચ જિલ્લાના વાલીયા, ઝઘડિયા, નેત્રંગ ,હાંસોટ અન્ય તાલુકા અને ગામમાં પણ પૂરના કારણે ખેડૂતોને આ નુકસાની માંથી બહાર લાવવા માટે કોંગ્રેસના મુમતાઝ પટેલે કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી નુકસાન વળતરનો સર્વે કરવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારની આસપાસમાં આવેલા જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોને માં ભારે નુકસાની વેઠવી પડેલ છે, જેના કારણે વાલીયા , ઝઘડિયા, નેત્રંગ હાંસોટ, સહિતના તાલુકા મથકોમાં પૂરના પાણી ખેતરોમાં તેમજ ઘરમાં ઘૂસી જવાના કારણે ખેતીમાં ભારે નુકસાની થયેલ છે ઘરમાં પાણી આવવાને કારણે ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત પાયમલ થયો છે આ વખતે છેલ્લા અઢી મહિનાથી વરસાદ સતત વરસી રહ્યો હતો જેના કારણે ખરીફ પાકમાં વાવેતર થયું નથી ખેડૂતોએ જે પાક લીધા હતા. તેમાં વધુ પડતા પાણીના કારણે સમગ્ર પાક નાશ પામ્યો છે , ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે, તેઓના જાનમાલને પૂરના કારણે નુકસાન થયું છે, તેમનું પારિવારિક અને બાળકોનું ભવિષ્ય ધૂંધળું હોય આથી મુમતાઝ પટેલે કલેકટર સમક્ષ આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સર્વે કરી વળતર ચૂકવવું તેવી માંગ કરી છે.