Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ માં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી હતી જ્યારે વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વીજળી ના કડાકા થી વાદળો ગુંજી ઉઠ્યા હતા..તેમજ શહેર માં ઠેરઠેર જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાઈ હતી…..

Share

::-ભરૂચ શહેર અને જિલ્લાના કેટલાય ભાગો માં બપોર ના સમયે મેઘરાજાનું આગમન થયું હતું..કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે શહેર ના માર્ગો પાણી પાણી થયા હતા….ધોધમાર વરસાદ ના પગલે કેટલીક જગ્યા ઉપર પાણી ભરાયા હતા તેમજ વરસાદી માહોલ ના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી ………
એક તરફ ધોધમાર વરસાદ તો બીજી તરફ વીજ કડાકા વચ્ચે શહેર અને જિલ્લાને વરસાદી માહોલ નો કુદરતી લ્હાવો દેખાડ્યો હતો.અને ઠેરઠેર પાણી ભરાવવા ના પગલે વાહન ચાલકો ને માર્ગ ઉપર વાહન હંકારવામાં તકલીફોનો સામનો પણ કરવો પડ્યો હતો..
ભારે વરસાદ ના પગલે શહેર ના સેવાશ્રમ-પાંચબત્તી-કસક-દાંડિયા બજાર-ફટાતળાવ-ફુરજા ચાર રસ્તા -ગાંધી બજાર ચોક સહિત ના વિસ્તારોમાં જળ બંબાકાળ ની સ્થિતિનું નિર્માણ થયું હતું……જેના પગલે દુકાન ધરકો અને વેપારીઓ માં દોઢધામ મચી હતી…..

Advertisement

Share

Related posts

જંબુસરના મગણાદ ગામે જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.

ProudOfGujarat

નાસાએ લોન્ચ કર્યું આર્ટેમિસ-1 મૂન મીશન, ત્રીજા પ્રયાસમાં ચાંદ પર મોકલ્યું રોકેટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!