ભરૂચ જિલ્લાના પાણીયાદરા નજીક અનઅધિકૃત ગેસ રિફિલિંગ કરતાં બે ને ઝડપી પાડતી દહેજ પોલીસ
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય જેથી ભરૂચની બહારથી મોટા પાયે ઔદ્યોગિક એકમોને લગત સામાન્ય આવાગમન થતી રહે છે, દહેજ પોલીસે બાતમીના આધારે અનઅધિકૃત ગેસ રિફિલિંગ કરતા બે શખ્સોને દહેજના પણયાદરા ગામ નજીકથી ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેરના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય જે કામમાં બહારથી માલની આવા ગમન થતી હોય જે દરમિયાન દહેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તથા અનઅધિકૃત પ્રવૃત્તિઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હોય તે દરમિયાન બાતમી મળેલ કે દહેજની મહાલક્ષ્મી હોટલના પાર્કિંગના ગ્રાઉન્ડમાં કેટલાક શખ્સો ટેન્કરો તથા એક બોલેરો પીકપ ગાડી માં ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરતા હોય તેવું જાણવા મળતા દહેજ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ ને જોઈને કેટલાક સકસો અનઅધિકૃત કામગીરી કરતા બનાવ સ્થળ પરથી નાસી છૂટ્યા હોય જેમાં બે શખ્સો (1) ધનરામ ભીખારામ લુહાર જાતે હિન્દુ ઉંમર વર્ષ 36 રહે વાગરા મૂળ રહે રાજસ્થાન (2) મુસ્તાક અલી મહેબુબ અલી મુસ્લિમ ઉંમર વર્ષ 43 રહે તાલુકો કાળજા જીલ્લો વસીમ મહારાષ્ટ્ર બંને શખ્સો અનઅધિકૃત રીતે એલપીજી ગેસના મોટા ટેન્કરોમાંથી નાની કોમર્શિયલ બોટલમાં સળગી ઊઠે તેવા વિસ્ફોટક ગેસનું રિફિલિંગ બેદરકારી પૂર્વક કરતા હોય પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મૂકતા હોય આથી ટેન્કરોમાંથી અનઅધિકૃત ગેસ રીફીલિંગ કરતા પકડાઈ જતા બંને શખ્સોને દહેજ પોલીસે ઝડપી લઇ બી.એન.એસ. ની કલમ 316 (2) ,316 (3), 317 (2) , 110, 287 ,288 , 54 સહિતની કાયદાકીય કામગીરી કરી આગળ વોન્ટેડ સકશો રાકેશ અને અન્ય દસેક જેટલા માણસો ને ઝડપી પાડવા દહેજ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે