ભરૂચ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ 10 મિલકત ધારકો પર કેસ કરતી એસ.ઓ.જી પોલીસ
ભરૂચ જિલ્લામાં ગણેશ ઉત્સવ તેમજ ઈદ એ મિલાદ તહેવાર અંગે તકેદારીના ભાગરૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસોજીની ટીમ દ્વારા ગુનાખોરી નાબૂદ કરવા માટે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન શહેર વિસ્તારમાં જાહેરનામાના ભંગ બદલ કુલ 10 મકાન માલિક પર એસ ઓ જી પોલીસે કેસ કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસઓજી પોલીસે જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ તથા ઇદે મિલાદ તહેવાર અંગે શહેરમાં સમગ્રપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તથા આ પરિસ્થિતિમાં ગુનાખોરીને નાબૂદ કરવા માટે ભરૂચ એસઓજી પોલીસે અલગ અલગ ટીમ બનાવી જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાન ભાડે આપી મકાન માલિક વહીવટ કરતા અને મકાન ભાડે આપ્યા અંગે ભાડુઆત અંગેની નોંધણી સહિતની બાબતો મેળવવા માટે કવાયત હાથ ધરી હતી જેમાં ભાડુઆતની નોંધણી ન કરનાર 10 આસામીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
જેમાં ભરૂચ શહેરમાં (1)મુસ્તફા અબ્દુલ હુસેન કાગદી, (2) યુસુફ ખાન કારઝા ખાન ગાંધી (3) અબ્દુલ કાદિર શબીર નમકવાલા (4) બટુલ જમાલી મનસુર જમાલી (5) ફિરોજબેન શકીલભાઈ લાકડાવાળા (6) સમીરા મલેક મુજબ શેખ (7) કાલુભાઈ ઉંમર ભાઈ મન્સૂરી (8) વસીમ. अयूब મન્સૂરી (9) મહંમદ શાહરુખ મોહમ્મદ સફિક મનસુરી (10)ધર્મરાજ ટી પેરુમલ આર ની પોલીસે જાહેરનામાના ભંગ બદલ ભરૂચ એસઓજી પોલીસે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન અંતર્ગત આવતા વિસ્તારોમાં કેસ કરેલ છે.