જે. પી. કોલેજના વિદ્યાર્થીઓએ યોજી સ્વચ્છતા હી સેવા અંતર્ગત જાગૃતિ રેલી
ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ભરૂચ જે પી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત જનજાગૃતિ માટે રેલી યોજાઇ હતી.
મારુ ભરૂચ સ્વચ્છ ભરૂચ જે સૂત્રને સાર્થક કરવા માટે ભરૂચ જે પી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્વચ્છતા હી સેવા વર્ષ 2024 અંતર્ગત જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરી કોલેજ કેમ્પસ થી શીતલ સર્કલ સુધી કોલેજના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે વિવિધ સ્લોગન સાથે જનતાને મેસેજ આપવા માટે રેલી યોજી હતી, આ રેલી ऐ શીતલ સર્કલ સહિતના રાજમાર્ગો પર પરિભ્રમણ કર્યું હતું, રેલી યોજ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસ પર પરત ફર્યા હતા અને શહેરને સ્વચ્છ સુંદર રાખવા માટે તમામ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે સ્વચ્છતા અંગે સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા હી સેવા વર્ષ 2024 કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં જુદા જુદા લોકોને જોડી સરકાર દ્વારા પોતાનું ગામ શહેર અને રાજ્યને સ્વચ્છ રાખવાનો મેસેજ પાઠવવામાં આવે છે બીજી તરફ શહેરીજનો કે રહેવાસીઓની પણ તકેદારી રહે છે કે પોતાના ઘરની આસપાસ કચરાનો નિકાલ ન કરવો અને જાહેર કાર્યક્રમોમાં ગંદકી અને પ્રદૂષણ ન ફેલાય તેની તકેદારી રાખવી પરંતુ ઘણા લાંબા સમય છે સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં લોકમુકે એવું ચર્ચાઈ રહ્યું છે કે ભરૂચમાં હજુ પણ સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે તો મારું ભરૂચ સ્વચ્છ ભરૂચ તે સૂત્ર સાર્થક કરી શકીશું.